શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ છેલ્લાં ૭૯ વર્ષથી પોતાના તેજસ્વી તારલાઓનું અભિવાદન કરતી આવી છે. આ સંસ્થા છેલ્લાં ૫૮ વર્ષથી પોતાના સમાજના બાળકો તથા યુવાનોને માટે વક્તૃત્વ તથા ચિત્રકામ વિગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરે છે. તાજેતરમાં જ આ સંસ્થાનો ૭૯મો વાર્ષિક વિદ્યોત્તેજક ઇનામી સમારોહ યોજવામાં આવ્યો હતો. ન્યુ મરીન લાઈન્સના પાટકર હોલમાં યોજયેલ આ સમારંભ શ્રીમતી સુધાબેન નિરંજનભાઇ દુબલની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ સમારંભમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના અલગ અલગ તડના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. જાણીતા કવિ અને વાર્તાકાર સંજય પંડ્યા પણ અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા.
05 December, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent