મુમ્બ્રાને લીલા રંગમાં રંગવાનું નિવેદન આપનાર AIMIMની સહર શેખ મુશ્કેલીમાં પોલીસે…

22 January, 2026 07:35 PM IST  |  Thane | Gujarati Mid-day Online Correspondent

સહર શેખને એનસીપી શરદ પવાર જૂથમાંથી ટિકિટ મળી ન હતી, ત્યારબાદ તે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) માં ​​જોડાઈ ગઈ. મુમ્બ્રા રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડનો ગઢ માનવામાં આવે છે.

સહર શેખ

મુંબઈ અને આસપાસના ઉપનગરોની મ્યુનિસિપલ ચૂંટણીમાં, ત્રણ પક્ષો જેમાં શિવસેના ઠાકરે જૂથ, મનસે અને એનસીપી શરદ પવાર જૂથનો સમાવેશ થાય તે તેઓ એક સાથે આવતા, તેમના પક્ષમાંથી ઘણા ઉમેદવારોનું ચૂંટણી લડવાથી પત્તું કપાઈ ગયું હતું. આમાંથી એક સહર શેખ હતી. સહર શેખને એનસીપી શરદ પવાર જૂથમાંથી ટિકિટ મળી ન હતી, ત્યારબાદ તે ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) માં ​​જોડાઈ ગઈ. મુમ્બ્રા રાષ્ટ્રવાદી શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડનો ગઢ માનવામાં આવે છે. જોકે, સહર શેખે આવ્હાડના તેમના જ ગઢમાં મોટો આંચકો આપવાનું કામ કર્યું. સહર શેખે જિતેન્દ્ર આવ્હાડ પર કટાક્ષ કરીને કહ્યું હતું કે, "કૈસા હરાયા?" તેમનો આ વીડિયો વાયરલ થયો હતો.

આ દરમિયાન, તેણે એક મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે તે મુંબ્રાને હરા રંગનું બનાવવા માગે છે, હવે તે આ નિવેદનને કારણે મુશ્કેલીમાં છે. પોલીસે સહર શેખ અને તેમના પિતા યુનિશ શેખને હવે નોટિસ ફટકારી છે. આ નોટિસમાં પોલીસે કહ્યું છે કે તેમણે સમાજમાં અસંતોષ પેદા થાય તેવા ભાષણો ન આપવા જોઈએ. પોલીસે એમ પણ કહ્યું છે કે સોશિયલ મીડિયા પર વાત કરતી વખતે આવા નિવેદનો આપવાનું ટાળવું જોઈએ. મુમ્બ્રા પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 168 મુજબ આ નોટિસ ફટકારી છે.

પૂરે કે પૂરે મુંબ્રા કો ગ્રીન કલર સે ઐસે રંગના હૈ કિ ઉન લોગોં કો યહાં સે બુરી તરહ સે પછાડકે ભેજના હૈ

થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ની મુંબ્રામાંથી ચૂંટાઈ આવેલી બાવીસ વર્ષની મહિલા કૉર્પોરેટર સહર શેખનું ચૂંટણીમાં જીત મેળવ્યા પછીનું ભાષણ વાઇરલ થયું છે જેમાં તેણે તેના વિસ્તારને ‘લીલો રંગ’ કરવાનો સંકલ્પ લીધો હતો. સહર શેખએ કહ્યું હતું કે પૂરે કે પૂરે મુંબ્રા કો ગ્રીન કલર સે ઐસે રંગના હૈ કિ ઉન લોગોં કો યહાં સે બુરી તરહ સે પછાડકે ભેજના હૈ, ઇન્શા અલ્લાહ. તેના હરીફોએ દાવો કર્યો હતો કે આ રંગ તેના સંદર્ભમાં ધાર્મિક રંગ છે અને આગામી પાંચ વર્ષમાં મુંબ્રામાં દરેક ઉમેદવાર AIMIMનો હશે. મુંબ્રાને સંપૂર્ણપણે લીલો રંગ કરવો જોઈએ એમ સહર શેખે તેના ભાષણમાં કહ્યું હતું. આ ભાષણ પરના વિવાદ બાદ સહર શેખે સ્પષ્ટતા કરીને કહ્યું હતું કે મારી કમેન્ટ ફક્ત મારા પક્ષના સંદર્ભમાં હતી, કોઈ સમુદાય વિરુદ્ધ નહીં. સહર શેખે કહ્યું હતું કે ‘મારી પાર્ટીનો ધ્વજ લીલો છે. જો એ ભગવો હોત તો મેં કહ્યું હોત કે અમે મુંબ્રાને ભગવો રંગ કરીશું.’

aimim jihad mumbra jitendra awhad congress nationalist congress party viral videos thane municipal corporation