"પાયલટ એક મહિલા છે તો…": અજિત પવારના મૃત્યુ બાદ તેમનું 2 વર્ષ જૂનું ટ્વીટ વાયરલ

28 January, 2026 07:26 PM IST  |  Baramati | Gujarati Mid-day Online Correspondent

આ જૂના ટ્વિટ પર હવે લોકો રિપ્લાય કરી રહ્યા છે. ફરીથી વાયરલ થઈ રહેલી પોસ્ટમાં, પવારે લખ્યું હતું: "જ્યારે આપણે હૅલિકૉપ્ટર અથવા વિમાનમાં મુસાફરી કરીએ છીએ, જો આપણું વિમાન કે હૅલિકૉપ્ટર સરળતાથી લૅન્ડ થાય છે, તો આપણે સમજી જવાનું કે પાઇલટ એક મહિલા છે."

અજિત પવારે કરેલી પોસ્ટ

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન મંત્રી અજિત પવારનું બારામતી ઍરપોર્ટ નજીક ચાર્ટર પ્લેન ક્રૅશમાં દુઃખદ અવસાન થયાના કલાકો પછી, 18 જાન્યુઆરી 2024 માં તેમણે કરેલી એક X (પૂર્વ ટ્વિટર) પોસ્ટ સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ જોઈને હવે યુઝર્સ પણ દંગ રહી ગયા છે. આ જૂના ટ્વિટ પર હવે લોકો રિપ્લાય કરી રહ્યા છે. ફરીથી વાયરલ થઈ રહેલી પોસ્ટમાં, પવારે લખ્યું હતું: "જ્યારે આપણે હૅલિકૉપ્ટર અથવા વિમાનમાં મુસાફરી કરીએ છીએ, જો આપણું વિમાન કે હૅલિકૉપ્ટર સરળતાથી લૅન્ડ થાય છે, તો આપણે સમજી જવાનું કે પાઇલટ એક મહિલા છે." મહિલા સશક્તિકરણ માટે અજિત પવારે કરેલી આ પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આજે બનેલી વિમાન દુર્ઘટનામાં અજિત પવારના પ્લેનની પાયલટ એક મહિલા હતી.

અજિત પવારના પ્લેનની લેડી પાઇલટ કોણ? જાણો કેટલા વર્ષનો હતો અનુભવ

વિમાન મહિલા પાઇલટ શામ્ભવી પાઠક ઉડાડી રહી હતી, જેણે મુંબઈમાં અભ્યાસ કર્યો હતો. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એરોનોટિક્સ અને એવિએશન સાયન્સમાં બી.એસસી. મેળવ્યું. પાઇલટ બનવા માટે, પાઠકે ન્યુઝીલેન્ડ ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાઇલટ એકેડેમીમાંથી કોમર્શિયલ પાઇલટ તાલીમ મેળવી. શામ્ભવીએ 2018 અને 2019 ની વચ્ચે વ્યાવસાયિક ઉડાન શીખી. ત્યાંથી, તેણે ન્યુઝીલેન્ડ સિવિલ એવિએશન ઓથોરિટી પાસેથી તેનું કોમર્શિયલ પાઇલટ લાઇસન્સ પણ મેળવ્યું. અહેવાલો અનુસાર, વિમાન અનુભવી કૅપ્ટન સુમિત અને ફર્સ્ટ ઑફિસર શામ્ભવી પાઠક દ્વારા ચલાવાઈ રહ્યું હતું. આ દુ:ખદ અકસ્માતમાં બંને પાઇલટનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે પિંકી માલી ફ્લાઇટ એટેન્ડન્ટ તરીકે કામ કરતી હતી. અકસ્માતમાં સામેલ વિમાન VSR વેન્ચર્સની માલિકીનું Learjet 45 હતું, જેનો નોંધણી નંબર VT-SSK હતો.

ફર્સ્ટ ઑફિસર શામ્ભવી પાઠક

ફર્સ્ટ ઑફિસર શામ્ભવી પાઠક 2022 થી VSR વેન્ચર્સ સાથે કામ કરી રહી હતી. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉડ્ડયન શિક્ષણ મેળવ્યું હતું. ત્યારબાદ, તેણે 2018-19માં ન્યુઝીલેન્ડમાં ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાઇલટ એકેડેમીમાંથી વિશેષ તાલીમ મેળવી હતી. તે એક અત્યંત પ્રતિભાશાળી અને દૃઢ પાઇલટ તરીકે જાણીતી હતી. આશરે 9,752 કિલોગ્રામ વજનનું આ વિમાન ઉડાડનાર શામ્ભવી પાઠક 2022થી કંપની સાથે હતી. મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉડ્ડયન શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેણે 2018 અને 2019 દરમિયાન ન્યુઝીલેન્ડમાં ઇન્ટરનેશનલ કોમર્શિયલ પાઇલટ એકેડેમીમાં વિશેષ તાલીમ મેળવી હતી. અથડામણ બાદ વિમાન તૂટી ગયું અને આગ લાગી ગઈ. આ અકસ્માતમાં વિમાનમાં સવાર પાંચેય લોકોના મોત થયા હતા. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ પાંચેય લોકોના મોતની પુષ્ટિ કરી છે. વિમાનનો કાટમાળ સંપૂર્ણપણે રાખ થઈ ગયો હતો. DGCA એ અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

ajit pawar plane crash baramati twitter social media celebrity death nationalist congress party political news