27 March, 2025 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંબરનાથના ૫૦ વર્ષના વેપારીને ગયા વર્ષે માર્ચ મહિનામાં એક જણે ફોન કરીને કહ્યું હતું કે તે ૧૦ કરોડ રૂપિયાની લોન અપાવશે. આ સાંભળીને વેપારીએ રસ બતાવ્યો હતો અને ફોન કરનારી વ્યક્તિને આ કામ કરી આપવા કહ્યું હતું.
એ પછી આરોપીએ તેને કમિશનના અને લોન પાસ કરાવવા માટે અન્ય ચાર્જિસ આપવા પડશે એમ કહી ૨૨,૦૭,૧૮૦ રૂપિયા વેપારી પાસેથી લીધા હતા. જોકે એ આપ્યા પછી પણ વેપારીની લોન પાસ નહોતી થઈ અને એ કહેવાતા એજન્ટને આપેલા પૈસા પણ પાછા નહોતા મળ્યા. વેપારીને એવું જાણવા મળ્યું હતું કે તેની લોન પાસ કરવા એજન્ટે જે દસ્તાવેજો બનાવ્યા હતા એ બધા ખોટા હતા. આખરે વેપારીએ મંગળવારે આ બાબતે પોલીસમાં એજન્ટ સામે ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી સામે બનાવટ અને છેતરપિંડીનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે.