બોરીવલીમાં ઠંડુ પાણી આપવાના બહાને ઘરે બોલાવી 55 વર્ષીય નરાધમે 4 વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યું

22 April, 2025 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, આરોપીનું નામ રામ લલિત યાદવ છે. રવિવારે, તેણે છોકરીને ઠંડુ પાણી આપવાના બહાને બાળકીને તેની ઝૂંપડીમાં બોલાવી હતી. આ પછી તેણે બાળકી પર જાતીય હુમલો પણ કર્યો. તે બાદ નરાધમે બાળકને મારી નાખવાની ધમકી પણ આપી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મહારાષ્ટ્રના લગભગ દરેક જિલ્લામાંથી બળાત્કાર અને મહિલાઓ પર થતાં અત્યાચારના અનેક કિસ્સો સામે આવી રહ્યા છે. તાજેતરમાં દેશની આર્થિક રાજધાની અને રાજ્યનું પાટનગર મુંબઈથી પણ એક ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. મુંબઈના બોરીવલીમાં એક 55 વર્ષના વૃદ્ધએ ચાર વર્ષની બાળકીનું જાતીય શોષણ કર્યું હતું. આ મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે.

હાલમાં રાજ્યમાં ગુનાહિત ઘટનાઓમાં મોટો વધારો થયો હોવાનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ દરમિયાન, મુંબઈથી એક અત્યંત ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. મુંબઈના બોરીવલીમાં એક ૫૫ વર્ષીય વ્યક્તિએ ૪ વર્ષની બાળકી પર જાતીય હુમલો કર્યો છે. આ ઘટના પછી નાની છોકરી ખૂબ જ ડરી ગઈ હતી. આ વાત ધ્યાનમાં આવતા પીડિત બાળકીના માતાપિતાએ તેને પ્રેમથી પૂછ્યું હતું. તે બાદ બાળકીને તેના માતા પિતાને આખી ઘટનાની જાણ કરી હતી આ પછી, ગુસ્સે ભરાયેલા માતા-પિતા સીધા પોલીસ સ્ટેશન ગયા અને નરાધમ સામે કેસ દાખલ કર્યો.

પોલીસ અધિકારીએ આપેલી માહિતી મુજબ, આરોપીનું નામ રામ લલિત યાદવ છે. રવિવારે, તેણે છોકરીને ઠંડુ પાણી આપવાના બહાને બાળકીને તેની ઝૂંપડીમાં બોલાવી હતી. આ પછી તેણે બાળકી પર જાતીય હુમલો પણ કર્યો. તે બાદ નરાધમે બાળકને મારી નાખવાની ધમકી પણ આપી, "જો તું કોઈને કહીશ તો હું તને મારી નાખીશ." આનાથી નાની છોકરી ખૂબ જ ડરી ગઈ હતી અને તે ડરીને તેના ઘરે દોડી ગઈ હતી.

છોકરીના બદલાયેલા વર્તન અને સતત ડરને કારણે નાની છોકરીના માતાપિતાને થઈ હતી. માતાપિતાએ બાળકી સાથે પૂછપરછ કરી જોકે, તેણે કંઈ પણ કહ્યું નહીં. પાછળથી, તેના માતાપિતાએ તેને પ્રેમથી પૂછપરછ કરી. ત્યારબાદ પીડિતાએ તેના માતા-પિતાને આખી ઘટનાની જાણ કરી. ત્યારબાદ પીડિતાના માતા-પિતા બાળકને MHB પોલીસ સ્ટેશન લઈ ગયા. આ સાથે, છોકરીની તબીબી તપાસ પણ કરવામાં આવી અને નરાધમ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધ શરૂ કરી હતી. જેને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી. ધરપકડ કર્યા બાદ, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને હવે પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

મુંબઈના વરલીમાં પણ છેડતી કરનારને પોલીસે પકડ્યો

વરલી પોલીસ-સ્ટેશનમાં ૧૬ એપ્રિલે મહિલાએ તેની સાથે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની બસમાં અઠવાડિયા પહેલાં થયેલી છેડતીની ફરિયાદ કરી હતી. વરલી પોલીસે એને ગંભીરતાથી લઈ ઝડપી તપાસ કરી ફરિયાદ નોંધાયાના ૨૪ જ કલાકમાં આરોપીને ઝડપી લીધો હતો. ૩૧ વર્ષનો આરોપી ઇરફાન હસન શેખ બાન્દ્રાની ખેરવાડીનો રહેવાસી છે. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

borivali mumbai crime news Protection of Children from Sexual Offences Act POCSO sexual crime Rape Case mumbai news