થાણેના ગોડાઉનમાં આગ, જોકે કોઈ જાનહાનિ નહીં

19 May, 2022 08:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થાણેમાં કેમિકલ્સ ભરેલા એક ગોડાઉનમાં બુધવારે આગ ફાટી નીકળી હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ (પી.ટી.આઇ.) : થાણેમાં કેમિકલ્સ ભરેલા એક ગોડાઉનમાં બુધવારે આગ ફાટી નીકળી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા અવિનાશ સાવંતે આપેલી માહિતી અનુસાર ભિવંડીના માનકોલી ખાતે આવેલા ગોડાઉનમાં સવારે સાડાસાત વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ગોડાઉનમાં વુડ પૉલિશ માટે વપરાતાં કેટલાંક કેમિકલ્સ રાખવામાં આવ્યાં હતાં.
આગ લાગતાં બે ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી એમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news thane