ગણપતિ વિસર્જનમાં વરસાદ પાડશે વિઘ્ન? આ અઠવાડિયામાં મુંબઈ, થાણે માટે યલો એલર્ટ

31 August, 2025 10:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૩૦ ઑગસ્ટ સુધીમાં, મુંબઈમાં તેના સરેરાશ વાર્ષિક વરસાદના ૯૦ ટકા વરસાદ પડ્યો છે, જેમાં પૂર્વીય ઉપનગરોમાં ૨,૧૪૦ મીમી, પશ્ચિમી ઉપનગરોમાં ૨,૧૦૯ મીમી અને શહેરમાં ૧,૭૦૪ મીમી વરસાદ પડ્યો છે. મુંબઈ શહેર અને ઉપનગરો માટે આગામી ૪૮ કલાક માટે સ્થાનિક હવામાન આગાહી.

કાંદિવલી ગામના તળાવ અને બીએમસી દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં પાંચ દિવસીય ગણપતિ વિસર્જન થયું (તસવીર: નિમેશ દવે)

મુંબઈ અને તેના આસપાસનાં ઉપનગરો વિસ્તારોમાં અઠવાડિયાના અંતે મધ્યમ વરસાદ પડ્યો હતો અને આગામી બે દિવસ સુધી આવી જ હવામાન સ્થિતિ રહેશે એવી માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જોકે, ૩ અને ૪ સપ્ટેમ્બરના રોજ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ પ્રદેશને ભારે વરસાદ અને વાવાઝોડા માટે પણ ચેતવણી આપી છે. મુંબઈ અને થાણે યલો એલર્ટ (ભારે વરસાદ) હેઠળ છે, જ્યારે પાલઘર અને રાયગઢ ઑરેન્જ એલર્ટ (ભારેથી અતિ ભારે વરસાદ) હેઠળ છે.

૩૦ ઑગસ્ટ સુધીમાં, મુંબઈમાં તેના સરેરાશ વાર્ષિક વરસાદના ૯૦ ટકા વરસાદ પડ્યો છે, જેમાં પૂર્વીય ઉપનગરોમાં ૨,૧૪૦ મીમી, પશ્ચિમી ઉપનગરોમાં ૨,૧૦૯ મીમી અને શહેરમાં ૧,૭૦૪ મીમી વરસાદ પડ્યો છે. મુંબઈ શહેર અને ઉપનગરો માટે આગામી ૪૮ કલાક માટે સ્થાનિક હવામાન આગાહી મુજબ, આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે અને મધ્યમ વરસાદની શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ૨૯ ડિગ્રી C અને ૨૫ ડિગ્રી C ની આસપાસ રહેશે.

તળાવો પૂર્ણ ક્ષમતાથી ભરાવાની નજીક

કેચમેન્ટ વિસ્તારોમાં પણ પૂરતા વરસાદ સાથે, મુંબઈને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં પાણીનો જથ્થો ૯૬ ટકાને વટાવી ગયો છે, ૩૧ ઑગસ્ટ સુધીમાં કુલ ઉપયોગી પાણી ૧૩.૯૩ લાખ મિલિયન લિટરથી વધુ પહોંચી ગયું છે. આગામી ચોમાસા સુધી પાણી કાપ ટાળવા માટે મુંબઈ માટે ઉપયોગી પાણીનું પ્રમાણ સંતોષકારક છે. માત્ર મુંબઈ શહેર જ નહીં, પરંતુ IMD એ આ અઠવાડિયામાં સમગ્ર રાજ્ય, જેમાં કોંકણ, મરાઠવાડા, ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભ ક્ષેત્રનો સમાવેશ થાય છે, ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

કુલ તળાવોની ક્ષમતા - ૧૪.૪૭ લાખ મિલિયન લિટર ૩૧ ઑગસ્ટ સુધીમાં પાણીનું સ્તર - ૧૩.૯૩ લાખ મિલિયન લિટર (૯૬.૨૭ ટકા) પહોંચી ગયું છે.

નીચે મુજબ જાણો કયું ધરણ કેટલા ટકા ભરાઈ ગયું છે

ઉપલા વૈતરણા- ૯૭ ટકા

મધ્ય વૈતરણા- ૯૬ ટકા

મોડક સાગર- ૧૦૦ ટકા

તાનસા- ૯૮.૬૯ ટકા

ભાત્સા- ૯૪.૭૬ ટકા

તુલસી- ૧૦૦ ટકા

વિહાર- ૧૦૦ ટકા સુધી ભરાઈ ગયા છે.

વેધર રિપોર્ટ અનુસાર પૂણે, સતારા, કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં વરસાદનું જોર વધારે રહેશે. કેટલાંક જીલ્લા યલો અલર્ટ તો કેટલાંક ઑરેન્જ અલર્ટ હેઠળ છે. મરાઠવાડામાં છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ અને નાંદેડમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. નાગપુર, ચંદ્રપુર, ગોંદિયા, ગઢચિરોલી અને વિદર્ભના વર્ધા જિલ્લામાં સુદ્ધાં ક્યાંક ક્યાંક ભારેથી અતિભારે વરસાદની શક્યતા (Mumbai Weather Update) છે. નાસિક, ધુળે અને જલગાંવમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

mumbai weather Weather Update mumbai rains indian meteorological department modak sagar mumbai monsoon