Gujarat Election: ભાઈ...ભાઈ... મહારાષ્ટ્રમાં કામ કરતાં ગુજરાતના કામદારોને વોટિંગ માટે મળશે રજા

22 November, 2022 10:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિંદે સરકારે તમામ પ્રાઈવેટ કંપનીઓને કહ્યું છે  કે જો કોઈ આ આદેશનું પાલન નહીં કરે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ

એકનાથ શિંદે

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Election 2022)ના ઢોલ વાગી ગયો છે અને તેનો અવાજ ચોતરફ ફેલાઈ રહ્યો છે. રાજ્યમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. પહેલી ડિસેમ્બર અને પાંચ ડિસેમ્બરના રોજ મતદાન (Voting in Gujarat) યોજાનાર છે. ગુજરાત ચૂંટણીને ધ્યાને લઈ મહારાષ્ટ્રની શિંદે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. શિંદે સરકારે ગુજરાતની સીમા પાસે આવેલા મહારાષ્ટ્ર(Maharashtra)ના જિલ્લાઓમાં કામ કરી રહેલા ગુજરાતના મતદાતાઓને એક દિવસની રજા આપવાની મંજુરી આપી છે. 

શિંદે સરકારે તમામ પ્રાઈવેટ કંપનીઓને કહ્યું છે  કે જો કોઈ આ આદેશનું પાલન નહીં કરે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે જ કંપની કર્મચારીના પગારમાંથી પૈસા કાપી શકશે નહીં. 

મહારાષ્ટ્ર સરકાર(Maharashtra Government)એ આને લઈ એક જીઆર જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાલઘર, નાસિક, નંદુબાર અને ધુલા જેવા મહારાષ્ટ્રના સીમાવર્તી જિલ્લામાં કામ કરનારા ગુજરાત વિધાનસભાના મતદાતાઓને વોટિંગ માટે એક દિવસની રજાની મંજૂરી આપવામાં આવી છે. તમામ પ્રાઈવેટ કંપનીઓને આનું પાલન કરવા નિર્દેશ આપવામાં આવે છે. જો કોઈ કંપની આ નિર્દેશનું ઉલ્લંઘન કરશે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન
 નોંધનીય છે કે ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે તો બીજા તબક્કાનું મતદાન પાંચ ડિસેમ્બરે થશે. જયારે ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ જાહર થશે. ગુજરાતના કુલ 33 જિલ્લાઓમાં 182 વિધાનસભાની બેઠકોમાંથી પહેલા તબક્કામાં 89 બેઠકો માટે મતદાન થશે અને 93 સીટ માટે પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે. પહેલા તબક્કામાં 19 જિલ્લા અને બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદારો પોતાના મતનો ઉપયોગ કરી શકશે.   

આ પણ વાંચો:કાળાં કપડાં પહેર્યાં છે? તો નો એન્ટ્રી

mumbai news gujarat election 2022 gujarat elections bharatiya janata party eknath shinde