Mumbai Rains: આઈએમડીએ શનિવાર માટે ઓરેન્જ અને રવિવાર માટે રેડ એલર્ટ કર્યુ જાહેર

12 June, 2021 02:12 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આઈએમડી દ્વારા શનિવાર માટે ઓરેન્જ એલર્ટ અને રવિવાર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

તસવીર: મુંબઈના પ્રતિક્ષા નગરમાં ભારે વરસાદ

મુંબઈમાં ગત રોજ એટેલે કે શુક્રવારે પણ વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે શનિવારની સવાર સુધી મુંબઈમાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. જોકે જગ્યાએ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હોવાના અહેવાલ મળ્યા નથી. અધિકારીઓઅ જણાવ્યું કે સ્થાનિક ટ્રેનો તેમજ સિટી બસો મોટાભાગે તેમના સામાન્ય સમયપત્રક મુજબ દોડી રહી છે. 

શુક્રવારે સવારે વરસાદને કારણે મુંબઈને થોડી રાહત મળી હતી. પરંતુ છેલ્લા બે દિવસોથી પડેલા ધોધમાર વરસાદને પગલે શહેરમાં કેટલીક કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જોકે ટૂંકા વિરામ બાદ શહેરમાં દિવસભર ભારે વરસાદ પડ્યો હતો.

બૃહ્નમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના અધિકારીએ જણાવ્યું છે કે  કાંઠાના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં અનુક્રમે 92.68 મીમી અને 89.30 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે પશ્ચિમ અને પૂર્વીય પરામાં અનુક્રમે 92.68 મીમી વરસાદ નોંધાયો હતો.

 ભારત હવામાન વિભાગે (IMD)એ મુંબઇમાં આજે એટલે કે શનિવારે ઓરેન્જ એલર્ટ અને રવિવારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઇ અને થાણે જિલ્લામાં થોડા સ્થળોએ શનિવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આઇએમડીની આગાહી બાદ બીએમસીએ પણ આગામી બે દિવસમાં  અતિભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી તમામ એજન્સીઓને હાઇ એલર્ટ જારી કર્યું છે. 

આઈએમડીના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તમામ નાગરિક નિયંત્રણ રૂમો તેમજ અન્ય એજન્સીઓને માટે પણ હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બેસ્ટ અને અદાણી જેવી પાવર યુટિલિટી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે કોસ્ટગાર્ડ, નેવી અને એનડીઆરએફને મદદ આપવા માટે સ્ટેન્ડબાય પર રહેવા કહેવામાં આવ્યું છે.   

mumbai rains mumbai news mumbai monsoon mumbai weather