02 April, 2025 06:59 AM IST | Nagpur | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલાએ તેના પતિનું વોટ્સઍપ એકાઉન્ટ હૅક કર્યા પછી ઘણી સ્ત્રીઓ પર તેના પતિ દ્વારા કરવામાં આવતા જાતીય શોષણના ઇતિહાસ વિશે ખુલાસો થયો. આ સાથે મહિલાને તેના પતિની કેટલીક મહિલાઓ સાથે આપત્તિજનક પરિસ્થિતીમાં ચૅટ, ફોટા અને વીડિયો મળી આવ્યા હતા. અહેવાલ મુજબ, 33 વર્ષના પુરુષ, જેની ઓળખ અબ્દુલ શારિક કુરેશી તરીકે થઈ હતી, જેની હવે અનેક સ્ત્રીઓના જાતીય શોષણના આરોપસર ધરપકડ કરવામાં આવી છે.
આ આરોપી જેને પત્ની સાથે ત્રણ વર્ષની પુત્રી છે. આરોપી તેની પત્ની અને દીકરી હોવાની વાત છુપાવીને મહિલાઓને ડેટ કરતો હતો. તે લગ્નના ખોટા વચન આપી મહિલાઓને શારીરિક સંબંધોમાં ફસાવતો હતો અને ગુપ્ત રીતે આપત્તિજનક સ્થિતિમાં તેમની તસવીરો અને વીડિયો કાઢતો હતો જેથી પછીથી તેમને બ્લૅકમેલ કરી શકાય.
પોર્ન સમાન પ્રવૃત્તિઓ કરવી અવિરત માગણીઓ કરતો
આરોપીની પત્નીએ શરૂઆતમાં પચપૌલી પોલીસ સ્ટેશનમાં હેરાનગતિની ફરિયાદ નોંધાવી હતી, પોર્ન જેવી પ્રવૃત્તિઓ અને પતિની અવિરત માગણીઓ માટે તેને જેલમાં ધકેલી દેવા માગતી હતી. જોકે, અહેવાલ મુજબ, પોલીસે કુરેશી વિરુદ્ધ ક્રૂરતાનો કેસ નોંધ્યો હોવા છતાં, સુપ્રીમ કોર્ટના માર્ગદર્શિકાને કારણે તેની ધરપકડ કરી શકાઈ નહીં. કુરેશી ટેકા નાકા ખાતે પાન ટરપી ચલાવે છે. કાનૂની અવરોધોને પાર કરીને તેના પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે, મહિલાએ તેના પતિ વિરુદ્ધ પુરાવા ભેગા કરવા માટે તેનું વોટ્સઍપ એકાઉન્ટ હૅક કરવાનું નક્કી કર્યું.
વોટ્સઍપ એકાઉન્ટ્સ મેળવ્યા બાદ પતિના ચૅટ્સ, વીડિયો અને તસવીરો મળી અને કુરેશીના અનેક અફેર જ નહીં પણ મહિલાઓને બ્લૅકમેલ પણ કરતો હોવાનું સામે આવ્યું. અબ્દુલનો ભોગ બનેલી એક 19 વર્ષની છોકરી હતી, જેને ગયા વર્ષે `મહાપ્રસાદ` કાર્યક્રમમાં મળ્યા બાદ તેણે `સાહિલ શર્મા` તરીકે ઓળખ આપીને મિત્રતા કરી હતી. અહેવાલમાં જણાવાયું છે કે, ભંડારાની રહેવાસી યુવતીને કુરેશીએ કહ્યું હતું કે તે અપરિણીત છે અને તેને પચપૌલી અને કમ્પ્ટીની અનેક હૉટૅલોમાં ભગાડી ગયો હતો, જ્યાં તે વારંવાર લગ્નના ખોટા વચન આપીને તેનું શોષણ કરતો હતો. તેણે ઉમેર્યું હતું કે તેણે તેની માતા દ્વારા ભેટમાં આપેલી સોનાની વીંટી 30,000 રૂપિયામાં વેચવા માટે પણ સમજાવી હતી અને તેના નગ્ન ફોટા સોશિયલ મીડિયા પર લીક કરવાની ધમકી આપીને રકમ લીધી હતી.
પોલીસે જણાવ્યું હતું કે કુરેશી એક સાથે ઘણી સ્ત્રીઓનું શોષણ કરી રહ્યો હતો, પરંતુ 19 વર્ષીય છોકરી એકમાત્ર પીડિત હતી જેણે તેની પત્નીએ તમામ પીડિતોનો સંપર્ક કર્યા પછી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા સંમતિ આપી હતી. ફરિયાદના આધારે, કુરેશી સામે બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે અમને એક દિવસની કસ્ટડી રિમાન્ડ આપી છે, જે પછીથી લંબાવવામાં આવશે.