સાકીનાકા રેપ કેસ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીનો આદેશ, કહ્યું પરપ્રાંતિઓનો રેકોર્ડ રાખો

14 September, 2021 06:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સાકીનાકાના રેપ કેસ બાદ મહા વિકાસ આગાઢી સરકારે મોટો નિર્ણય લીધો છે

ઉદ્ધવ ઠાકરે

સાકીનાકાના રેપ કેસ બાદ મહા વિકાસ આગાઢી સરકારે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ બાબતને ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રીએ હવેથી પરપ્રાંતિઓનો રેકોર્ડ રાખવાનો સીધો આદેશ આપ્યો છે. `બહારના રાજ્યમાંથી કોણ આવે છે? તે ક્યાંથી આવે છે ક્યાં જાય છે? ` મુખ્યમંત્રીએ પોલીસને આનો રેકોર્ડ રાખવા નિર્દેશ આપ્યો છે. બેઠકમાં રાજ્યમાં મહિલાઓ પર થતા અત્યાચારની ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મુખ્યમંત્રી ઠાકરેએ તેની ગંભીર નોંધ લીધી અને આ આદેશ આપ્યો હતો.

રવિવારે શરૂ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોનું સત્ર સોમવારે પણ ચાલુ રહ્યું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં બહારથી કોણ આવે છે? તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનો રેકોર્ડ રાખવો. મુખ્યમંત્રીએ ગઈકાલે પોલીસ મહાનિર્દેશકન ઓફિસમાં ગૃહ વિભાગની સમીક્ષા બેઠક દરમિયાન આ આદેશ કર્યો હતો.

રાજ્યમાં ખળભળાટ મચાવનાર મુંબઈના સાકીનાકા બળાત્કાર કેસના આરોપીએ ગુનો કબૂલ કર્યો છે. એક મહિનાની અંદર આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, એમ મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ જણાવ્યું હતું. આરોપી પર એટ્રોસિટીનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.

હેમંત નગરાલે એ પણ માહિતી આપી હતી કે આ કેસ સંવેદનશીલ હોવાથી રાજા ઠાકરેની આ કેસમાં વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે પીડિતાનું મૃત્યુ સ્ટ્રોકને કારણે થયું છે. પીડિત મહિલા અને આરોપી 4 થી 5 વખત મળ્યા હતા. આ માહિતી પણ પોલીસ કમિશનરે આપી હતી.

mumbai news uddhav thackeray mumbai police sakinaka