વિસર્જન માટે ડો​​મ્બિવલીનો માણકોલી બ્રિજ ચાર દિવસ બંધ રહેશે

27 August, 2025 07:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણપતિની મૂર્તિઓના વિસર્જન નિમિત્તે ડો​મ્બિવલીના મોઠાગામમાં આવેલા માણકોલી ફ્લાયઓવરને ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

ગણપતિની મૂર્તિઓના વિસર્જન નિમિત્તે ડો​મ્બિવલીના મોઠાગામમાં આવેલા માણકોલી ફ્લાયઓવરને ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર પંકજ શિરસાટે આપેલી માહિતી મુજબ ૨૮ અને ૩૧ ઑગસ્ટ તેમ જ બીજી અને ૬ઠ્ઠી સપ્ટેમ્બરે વિસર્જન નિ​િમત્તે માણકોલી બ્રિજ બંધ રાખવામાં આવશે. વર્ષોથી રેતી બંદરની ખાડીમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. એથી દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને અનંત ચતુર્દશીના દિવસે આ વિસ્તારમાં ભારે ભીડ જામે છે. ભાવિકોને વિસર્જન માટે જવામાં તકલીફ ન પડે એ માટે થાણે, મુંબઈથી આવતાં વાહનો અંજુર ફાટા-ભિવંડી બાયપાસ રોડ થઈને આગળ વધી શકશે. કલ્યાણ, અંબરનાથ, બદલાપુર, નવી મુંબઈ, ઠાકુર્લી અને ડો​મ્બિવલી તરફથી આવતાં વાહનો દુર્ગાડી અને ગાંધાર બ્રિજનો રસ્તો લઈ શકશે. ડો​મ્બિવલીથી રેતીબંદર રેલવે ગેટ થઈને આવતાં વાહનો દુર્ગાડી ચોકનો વૈકલ્પિક રસ્તો વાપરી શકશે.

dombivli ganpati visarjan festivals mumbai transport mumbai traffic