સિમ્પલ અને સ્ટ્રેસ-ફ્રી સ્ટડી કરો

26 May, 2023 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

માટુંગાની આર. એ. પોદાર કૉલેજની મુસ્કાન ફોફલિયા ૯૬.૩૩ ટકા સાથે કૉલેજમાં હાઈ-સ્કોરર છે અને તે સી.એ. બનવા માગે છે

સિમ્પલ અને સ્ટ્રેસ-ફ્રી સ્ટડી કરો

મુંબઈ : નવી મુંબઈના ઐરોલીમાં રહેતી મુસ્કાન ફોફલિયાએ દસમા ધોરણમાં ૯૯.૦૨ ટકા મેળવ્યા હતા. તે પહેલેથી જ સ્ટડીમાં આગળ રહે છે. આ વખતે પણ માટુંગાની આર. એ. પોદાર કૉલેજમાં ભણતી મુસ્કાન એચએસસીની કૉમર્સ સ્ટ્રીમમાં ૯૬.૩૩ ટકા મેળ‍વીને કૉલેજની હાઈ-સ્કોરર બની છે. સિમ્પલ અને સ્ટ્રેસ-ફ્રી સ્ટડી કરવામાં 
માનતી મુસ્કાન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માગે છે.
પોતાના અભ્યાસ વિશે માહિતી આપતાં મુસ્કાને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મારા પપ્પા સી.એ. છે અને મારો ભાઈ પણ સી.એ.ના લાસ્ટ યરમાં છે એટલે મને તેમના પરથી પ્રેરણા મળી હતી. એથી મેં પહેલેથી જ આ ફીલ્ડમાં આગળ જવાનો નિર્ણય લીધો હતો અને અભ્યાસ પણ શરૂ કરી દીધો હતો. મને ૯૩ ટકા સુધી આશા હતી, પરંતુ આટલા ટકા આવતાં ઘણો આનંદ થયો છે. મેં નાનપણથી જ ક્યારેય સ્ટ્રેસ લઈને સ્ટડી કરી નથી. એક્ઝામ વખતે લાસ્ટ મૂવમેન્ટ પર અભ્યાસ કરવા કરતાં પહેલેથી જ પેપર સૉલ્વ કરવાની પ્રૅક્ટિસ રાખવી જોઈએ. એક્ઝામની બેસ્ટ તૈયારી કરવી હોય તો રિવિઝન, પ્રિલિમ્સ અને ટેસ્ટ પર વધુ ધ્યાન આપવું જોઈએ. એક્ઝામમાં સ્ટ્રેસ ન લેતાં ધ્યાન આપીને તૈયારીઓ કરીએ તો જેવું પરિણામ આપણે વિચારીએ એવું મેળવી શકીએ છીએ.’

ઇંગ્લિશ                                       ૯૨
ઇકૉનૉમિક્સ                                ૯૫
બુકકીપિંગ ઍન્ડ અકાઉન્ટન્સી        ૯૫
મૅથ્સ                                           ૯૮
ઑફિસ મૅનેજમેન્ટ                        ૧૯૮

mumbai news navi mumbai