✕

મહારાષ્ટ્રના FDAએ ૨૯ લાઇસન્સ રદ કર્યાં અને ૭૧ સસ્પેન્ડ કર્યાં

24 October, 2026 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૮.૫૨ લાખ રૂપિયાની દવાઓ અને કૉસ્મેટિક્સ જપ્ત : રાજ્યવ્યાપી તપાસ-ઝુંબેશમાં ૯૩૭ એકમોની તપાસ, ૪૫૦ નોટિસો ફટકારવામાં આવી

તુકારામ મુંઢે (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA) દ્વારા સતત બે અઠવાડિયાં સુધી ચલાવવામાં આવેલી વિશેષ તપાસ-ઝુંબેશ દરમ્યાન નિયમોના વ્યાપક ઉલ્લંઘન બદલ રાજ્યભરમાં ૨૯ લાઇસન્સ રદ કરવામાં આવ્યાં છે અને અન્ય ૭૧ લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 
રીટેલ કેમિસ્ટ્સ, બ્લડ-બૅન્ક્સ અને ફાર્માસ્યુટિકલ મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ્સ સહિત કુલ ૯૩૭ સંસ્થાઓમાં હાથ ધરાયેલી આ કડક તપાસમાં FDAએ ૪૫૦ ક્ષતિદર્શક નોટિસો ફટકારી હતી તેમ જ ૨૮.૫૨ લાખ રૂપિયાથી વધુ મૂલ્યની ગેરકાયદે દવાઓ અને કૉસ્મેટિક્સનો જથ્થો જપ્ત કર્યો હતો.

તપાસ દરમ્યાન ગંભીર ખામીઓ જણાતાં દવાના વિક્રેતાઓને ૩૮૨ નોટિસો આપી હતી. ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ તેમ જ એના નિયમોના ઉલ્લંઘન બદલ ૪૯ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને બાવીસ લાઇસન્સ કાયમ માટે રદ કરવામાં આવ્યાં હતાં.

બોરીવલી-વેસ્ટમાં BESTની કૅન્ટીનનું અને ભાંડુપમાં ઇન્સ્ટાકાર્ટનું લાઇસન્સ સસ્પેન્ડ

મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA)એ સ્વચ્છતામાં ગંભીર ખામીઓ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન બદલ મુંબઈમાં બે ખાદ્ય સંસ્થાઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે. આ સંસ્થાઓમાં બોરીવલી-વેસ્ટમાં LIC કૉલોનીમાં સાઈ આશ્રમ બસ-સ્ટૉપ પાસે મેસર્સ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ની કૅન્ટીન અને ભાંડુપ-વેસ્ટમાં મેસર્સ ઇન્સ્ટાકાર્ટ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે. 

food and drug administration indian food mumbai food food news street food mumbai news bhandup brihanmumbai electricity supply and transport