Mumbai Local Train: ટેકનિકલ ખામીને કારણે ખોરવાઈ ટ્રેન સેવા, લોકો પગપાળા ચાલવા લાગ્યા

09 May, 2022 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ(Mumbai)ની વેસ્ટર્ન લાઇન લોકલ સેવામાં આજે બાધા આવી છે. હકીકતમાં, દહિસર અને બોરીવલી સ્ટેશનો વચ્ચે ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનોને અસર થઈ હતી

ફાઈલ ફોટો

 

મુંબઈ: મુંબઈ(Mumbai)ની વેસ્ટર્ન લાઇન લોકલ સેવામાં આજે બાધા આવી છે. હકીકતમાં, દહિસર અને બોરીવલી સ્ટેશનો વચ્ચે ઓવરહેડ વાયર તૂટી જવાને કારણે વિરારથી ચર્ચગેટ જતી ટ્રેનોને અસર થઈ હતી અને મુંબઈ લોકલ ટ્રેનની સેવાઓ 15 મિનિટ સુધી ખોરવાઈ ગઈ હતી.

પશ્ચિમ રેલ્વેએ ટ્વિટર પર માહિતી આપી કે દહિસર અને બોરીવલી સ્ટેશનો વચ્ચે લોકલ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ સાથે જ તેમણે ટ્વિટ કર્યુ કે, "દહિસર-બોરીવલી સ્ટેશનો વચ્ચે ઓવરહેડ પાવર કેબલ તૂટી જવાને કારણે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે. રિસ્ટોરેશનનું કામ ચાલુ છે.અને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. અસુવિધા બદલ દિલગીર છીએ."

ટેકનિકલ ખામીના કારણે લોકલ ટ્રેન સેવા લગભગ 15 મિનિટ સુધી ખોરવાઈ ગઈ હતી. સવારે લગભગ 5.50 વાગ્યે ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ હતી, જેના કારણે સવારના ધસારામાં સેંકડો મુસાફરો લોકલ ટ્રેનો અને વિવિધ સ્ટેશનોના પ્લેટફોર્મ પર અટવાઈ ગયા હતા. આ દરમિયાન રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પણ સ્થળ પર હાજર હતા. તો બીજી બાજુ પ્રવાસીઓએ પાટા પર પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું હતું. 

mumbai news mumbai local train