મુંબઈ-નાગપુર હાઈવે પર 1-2 નહીં એક સાથે 50 વાહનો પંચર, કાવતરું કે પછી કંઈ બીજું

31 December, 2024 09:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Nagpur Highway Traffic Jam: મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવ મહારાષ્ટ્રમાં છ લેન અને 701 કિમી લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

નવા વર્ષ 2025ની ઉજવણી કરવા માટે મુંબઈ આવનારા અને મુંબઈથી (Mumbai Nagpur Highway Traffic Jam) બહાર જનારા લોકોની ભારે ભીડ હાઇવે, રેલવે અને એરપોર્ટ પર જોવા મળી રહી છે. જોકે હાલમાં મુંબઈ-નાગપુર હાઈવે પર લોકો માટે એક મોટી મુસીબત સર્જાઈ હતી. આ હાઇવે પર એક બે નહીં પણ લગભગ 50 જેટલી કાર એકસાથે પંચર થઈ જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને હજારો લોકો અટવાયા હતા.

મુંબઈ-નાગપુર હાઈવે (Mumbai Nagpur Highway Traffic Jam) પર 50થી વધુ ગાડીઓ પંચર થઈ ગઈ હતી. લોખંડના એક બોર્ડને કારણે હાઈવે પરના 50થી વધુ વાહનોના ટાયર પંચર થઈ ગયા હોવાની માહિતી આપવામાં આવી હતી. આ અકસ્માત `મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ` પર થયો હતો, જે મુંબઈ અને નાગપુરને જોડતો ખૂબ જ મહત્ત્વપૂર્ણ માર્ગ તરીકે જણાય આવે છે. રોડ પર પડેલા લોખંડના બોર્ડ ઉપરથી તમામ વાહનો પસાર થતા હતા. તે દરમિયાન 50 ગાડીઓ પંચર થઈ હોવાની ઘટના બની હતી.

વાશિમ જિલ્લાના માલેગાંવ (Mumbai Nagpur Highway Traffic Jam) અને વનોજા ટોલ પ્લાઝા વચ્ચે 29 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેના કારણે ફોર-વ્હીલર અને માલસામાનની ટ્રકોને અસર થઈ હતી. જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. આ ઉપરાંત લાંબા સમય સુધી કોઈ મદદ ન મળતા મુસાફરો રાતભર હાઈવે પર ફસાઈ ગયા રહ્યા. આ બોર્ડ આકસ્મિક રીતે પડ્યું કે જાણી જોઈને ફેંકવામાં આવ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે. મુંબઈ નાગપુર સમૃદ્ધિ હાઈવ મહારાષ્ટ્રમાં છ લેન અને 701 કિમી લાંબો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસવે છે. તે મુંબઈ અને રાજ્યના ત્રીજા સૌથી મોટા શહેર નાગપુરને જોડતો દેશનો સૌથી લાંબો ગ્રીનફિલ્ડ રોડ પ્રોજેક્ટ છે તેને રૂ. 55,000 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યો હતો.

મુંબઈ ગોવા હાઇવે પર પણ ભારે ટ્રાફિક જામ

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટાભાગનાં લોકો ગોવા જતાં હોય છે જેને લીધે મુંબઈ-ગોવા (Mumbai Nagpur Highway Traffic Jam) નેશનલ હાઇવે પર ટ્રાફિક જૅમ થતો હોય છે. મુંબઈ-ગોવા હાઈવે પર નવા વર્ષની ઉજવણી પહેલા વાહનોના ધસારાને કારણે ટ્રાફિકની જૅમની સમસ્યા બની હતી. એકબાજુ અહીં રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, એવા પણ અહેવાલ સામે આવ્યા છે. માહિતી અનુસાર નવા વર્ષની ઉજવણી કરવા માટે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગોવા અને અલીબાગ જવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા છે. સોમવારે પણ મુંબઈ નજીલોનરે, માનગાંવ અને ઈન્દાપુર પોઈનાડના રસ્તાઓ પર ટ્રાફિક જૅમની સમસ્યા સર્જાઇ હતી.

નવા વર્ષની ઉજવણી પહેલા મુંબઈ પોલીસે સોમવારે સાઉથ બોમ્બેમાં વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે પોલીસે સાઉથ મુંબઈમાં ટ્રાફિક પ્રતિબંધોની યાદી બહાર પાડી જણાવ્યું હતું કે અમુક ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે જે 31મી ડિસેમ્બર, 2024નાં 15.00 કલાકથી 1લી જાન્યુઆરી, 2025 ના 06:00 કલાક સુધી રહેશે.

national highway mumbai-goa highway highway eastern express highway western express highway mumbai traffic nagpur new year