midday

Mumbaiમાં બનશે 11 માળનું રેલવે સ્ટેશન! ફક્ત ટ્રેન જ નહીં, શૉપિંગનો પણ લેવાશે લાભ

14 March, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

11 Story Railway Station: દેશની પહેલી રેલ થાણેમાં ચાલી હતી અને ભારતીય રેલવેએ ફરી એકવાર પોતાના અવનવા પ્રૉજેક્ટ માટે આ સ્ટેશનની પસંદગી કરી છે. અહીં દેશનું પહેલું મલ્ટીસ્ટોરી સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

11 Story Railway Station: દેશની પહેલી રેલ થાણેમાં ચાલી હતી અને ભારતીય રેલવેએ (Indian Railway) ફરી એકવાર પોતાના અવનવા પ્રૉજેક્ટ માટે આ સ્ટેશનની પસંદગી કરી છે. અહીં દેશનું પહેલું મલ્ટીસ્ટોરી સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે.

મુંબઈના (Mumbai) થાણે (Thane) વિસ્તારમાં એક એવું રેલવે સ્ટેશન (Railway Station) બનાવવામાં આવી રહ્યું છે, જે 11 માળનું હશે. આ રેલવે સ્ટેશન માત્ર કનેક્ટિવિટીને જ નહીં પણ લોકોના મનોરંજનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશનની ઉપર જ મૉલ, ઑફિસ સ્પેસ અને રિટેલ શૉપ પણ હશે. આ પ્રૉજેક્ટ રેલવે કનેક્ટિવિટીને વધારવાની સાથે સરકાર માટે આવકનું કારણ પણ બનશે.

આ પ્રોજેક્ટ થાણે રેલવે સ્ટેશનના (Thane Railway Station) પ્લેટફોર્મ 10A પાસે 9,000 ચોરસ મીટરના વિસ્તારમાં વિકસાવવામાં આવશે. આ સાથે, 24,280 ચોરસ મીટરની લીઝ જગ્યા પણ હશે. આ જગ્યા 60 વર્ષના ભાડાપટ્ટે આપી શકાય છે. આ પ્રોજેક્ટ 30 જૂન, 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ રેલવે સ્ટેશનની નજીક કનેક્ટિવિટીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે, જે બસ અને મેટ્રો સાથે પણ જોડાયેલ હશે.

કઈ સુવિધાઓ હશે?
થાણે રેલવે સ્ટેશનના (Thane Railway Station) ભોંયરામાં પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. આ સાથે અહીં રેલવે સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. તેની સાથે એક બસ ડેક બનાવવામાં આવશે, જ્યાંથી લોકલ બસો (Local Bus) પકડી શકાશે. આ બધી સુવિધાઓ નીચેના 2 માળ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરના માળનો ઉપયોગ કમર્શિયલ ઉપયોગ માટે કરવામાં આવશે. આ માળ પર ખરીદી અને છૂટક દુકાનો બનાવવામાં આવશે.

આ રેલવે સ્ટેશન (Railway Station) ફક્ત કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપશે નહીં પરંતુ લોકોને સુવિધાઓ પણ પૂરી પાડશે. ઉપરના માળે ફૂડ કોર્ટ (Food Court) અને રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવશે. અહીં બાળકો માટે ગેમિંગ ઝોન (Gaming Zone) હશે, જ્યારે ઑફિસ માટે મોટી જગ્યા પણ તૈયાર કરવામાં આવી રહી છે. હોટેલ અને સર્વિસ એપાર્ટમેન્ટ ઉપરાંત, તેના પર એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ બનાવવામાં આવશે.

કયા સ્થળો માટે કનેક્ટિવિટી હશે?
આ સ્ટેશન પર ટ્રેન ઉપરાંત અન્ય મોડ્સની કનેક્ટિવિટી પણ પૂરી પાડવામાં આવશે. તેના પર 2.24 કિમીનો એલિવેટેડ રોડ બનાવવામાં આવશે, જે ઇસ્ટર્ન એક્સપ્રેસ વેને (Eastern Expressway) સીધો રેલવે સ્ટેશન સાથે જોડશે. પ્લેટફોર્મ ૧૦ પાસે બસની અવરજવર માટે એક ડેક બનાવવામાં આવશે જેથી મુસાફરોને ટ્રેનમાંથી ઉતરીને બસ પકડવા માટે દૂર દૂર જવું ન પડે. આ પ્રોજેક્ટ રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (Rail Land Development Authority) અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation) દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહ્યો છે.

thane crime thane thane municipal corporation indian railways eastern express highway mumbai news mumbai local train mumbai trains