ક્રાઇમ ડિટેક્શન રેટ ગયા વર્ષે પાલઘર જિલ્લામાં ૮૯ ટકા રહ્યો

09 January, 2026 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એ મુજબ દોષી ઠેરવવાનો દર બે ટકા સુધરીને ૫૯ ટકા થયો છે. ગયા વર્ષે હત્યા અને હત્યાના પ્રયાસના આંકડા અનુક્રમે ૩૧ અને ૧૬ હતા. ૨૦૨૪માં આ આંકડા અનુક્રમે ૩૫ અને ૨૮ રહ્યા હતા.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પાલઘર જિલ્લામાં ક્રાઇમ ડિટેક્શન રેટમાં ૨૦૨૫માં વધારો થયો હતો. વર્ષ દરમ્યાન ક્રાઇમ ડિટેક્શન રેટ ૮૯ ટકા રહ્યો હતો. આ સમયગાળામાં રોડ-ઍક્સિડન્ટને કારણે થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. પાલઘર પોલીસના ૨૦૨૫ના ઍન્યુઅલ પર્ફોર્મન્સ રિપોર્ટ મુજબ ગયા વર્ષે એકથી પાંચ કૅટેગરી હેઠળ કુલ ૨૧૨૧ ગુના નોંધાયા હતા, જેમાંથી ૧૮૯૪ (૮૯ ટકા) ડિટેક્ટ થઈ ગયા હતા. ૨૦૨૪માં ડિસ્ટ્રિક્ટ પોલીસે ૨૧૪૧માંથી ૧૮૮૯ કેસ ડિટેક્ટ કર્યા હતા. એ મુજબ દોષી ઠેરવવાનો દર બે ટકા સુધરીને ૫૯ ટકા થયો છે. ગયા વર્ષે હત્યા અને હત્યાના પ્રયાસના આંકડા અનુક્રમે ૩૧ અને ૧૬ હતા. ૨૦૨૪માં આ આંકડા અનુક્રમે ૩૫ અને ૨૮ રહ્યા હતા.
જીવલેણ રોડ-ઍક્સિડન્ટ ગયા વર્ષે ઘટીને ૨૭૪ નોંધાયા હતા, જે અગાઉના વર્ષમાં ૩૪૭ હતા. રોડ-ઍક્સિડન્ટમાં ઈજા થઈ હોય એવા કેસ ૨૦૨૪માં ૨૭૩થી વધીને ૨૦૨૫માં ૨૭૭ થઈ ગઈ હતી. 

palghar Crime News mumbai news mumbai police mumbai crime news