ચિંતાજનક! મુંબઈ એરપોર્ટ પર રનવે પાસેથી મળી આવી પેટ્રોલ ભરેલી બોટલ, તંત્રમાં ખળભળાટ

13 August, 2021 01:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાકોલામાં ગાંડેવી ઝૂંપડપટ્ટીમાંથી પેટ્રોલ ભરેલી નાની પ્લાસ્ટિકની બોટલ મુંબઈ એરપોર્ટના `એરસાઈડ` પર ફેંકવામાં આવી હતી.

મુંબઈ એરપોર્ટ. ફાઇલ ફોટો

એરપોર્ટ અને પોલીસ સૂત્રોએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે બુધવારે સાંજે વાકોલામાં ગાંડેવી ઝૂંપડપટ્ટીમાંથી પેટ્રોલ ભરેલી નાની પ્લાસ્ટિકની બોટલ મુંબઈ એરપોર્ટના `એરસાઈડ` પર ફેંકવામાં આવી હતી. કચરો અને અન્ય સામગ્રી ઘણીવાર બદમાશો દ્વારા ઝૂંપડપટ્ટીમાંથી એરપોર્ટ તરફ ફેંકવામાં આવે છે, પરંતુ સ્વતંત્રતા દિવસની આસપાસ બનેલી આ ઘટનાથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

જોકે, બોટલ રનવે પર પડી ન હતી અને ફ્લાઇટ ઓપરેશનને અસર થઇ નથી. એરસાઇડ એ ટર્મિનલ બિલ્ડિંગની બહારનો ભાગ છે, જ્યાં એરક્રાફ્ટ ઓપરેશન થાય છે.

ડીસીપી (ઝોન VIII) મંજુનાથ સિંગે આ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “એરપોર્ટની સીમા દિવાલને સ્પર્શતી ઝૂંપડપટ્ટીમાંથી કેટલાક ઝૂંપડપટ્ટીવાસીઓએ દિવાલ પર કચરો ફેંક્યો હતો. આ કચરામાં આશરે 50 મિલી પેટ્રોલ સાથે પ્લાસ્ટિકની બોટલ પણ મળી આવી હતી.” ડીસીપી (ઝોન VIII) મંજુનાથ સિંગે જણાવ્યું હતું. એરપોર્ટના સૂત્રોએ કહ્યું હતું કે એરપોર્ટની દિવાલ પાસે તહેનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) ના જવાનોએ કંટ્રોલ રૂમને આ અંગે માહિતી આપી હતી. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયા મુજબ બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્કવોડ અને સ્નિફર ડોગ્સને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.

સિંગે ઉમેર્યું હતું કે ટુકડીને તે કચરામાંથી મળી આવી હોવાનું જણાયું હતું. સીઆઈએસએફના ડીઆઈજી શ્રીકાંત કિશોરે કહ્યું કે આ કોઈ ગંભીર ઘટના નથી. નિયમિત બીડીડીએસ તપાસ કરવામાં આવી હતી અને એક નાની પ્લાસ્ટિકની બોટલમાં થોડું પેટ્રોલ માળીયા આવ્યું હતું.”

Mumbai news Mumbai Airport