૧૨ મહિનામાં ૧૩ રીચાર્જ! રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પ્રી-પેઇડ મોબાઇલની રીચાર્જ-સાઇકલને કૌભાંડ ગણાવી

12 March, 2026 07:19 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પ્રી-પેઇડ મોબાઇલની રીચાર્જ-સાઇકલને કૌભાંડ ગણાવીને વિરોધ કર્યો

રાઘવ ચઢ્ઢા

આમ આદમી પાર્ટી (AAP)ના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ બુધવારે સંસદમાં પ્રી-પેઇડ મોબાઇલ રીચાર્જની ગેરરીતિ પર ચિંતા વ્યક્ત કરીને દલીલ કરી હતી કે વર્તમાન સિસ્ટમ ગ્રાહકો પર અન્યાયી બોજ નાખે છે. તેમણે ટેલિકૉમ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ૨૮ દિવસની રીચાર્જ-સાઇકલ અને યુઝર્સના પ્લાન સમાપ્ત થયા પછી તેમના પર લાદવામાં આવતા પ્રતિબંધો પર પ્રશ્ન ઉઠાવ્યો હતો.

રાઘવ ચઢ્ઢાએ વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી ૨૮ દિવસની રીચાર્જ-સાઇકલની ટીકા કરીને એને એક કૌભાંડ ગણાવતાં કહ્યું હતું કે ‘વર્ષમાં ૧૨ મહિના હોય છે, પરંતુ તમારે ૧૩ વાર રીચાર્જ કરવું પડે છે. પ્રી-પેઇડ રીચાર્જના ગ્રાહકોની લૂંટ ચલાવવામાં આવી રહી છે.’

ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘મેં સંસદમાં પ્રી-પેઇડ રીચાર્જમાં ગ્રાહકોની થઈ રહેલી લૂંટનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો તમારું રીચાર્જ સમાપ્ત થઈ જાય તો આઉટગોઇંગ કૉલ્સ બ્લૉક કરવામાં વાંધો નથી, પરંતુ ઇનકમિંગ કૉલ્સ બ્લૉક કરવા એ મનસ્વી છે. રીચાર્જ સમાપ્ત થતાંની સાથે જ ન તો કોઈ તમારો સંપર્ક કરી શકે છે, ન તો વન ટાઇમ પાસવર્ડ (OTP) જેવા આવશ્યક મેસેજ તમારા ફોન સુધી પહોંચે છે. કટોકટીની પરિસ્થિતિમાં વ્યક્તિ લાચાર બની જાય છે.

delhi news new delhi aam aadmi party raghav chadha mumbai traffic police parliament