Thane : ડોમ્બિવલીમાંથી સગીરાનું અપહરણ, એક પકડાયો

26 September, 2021 08:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક અહેવાલ અનુસાર મુંબઈમાં આ વર્ષે જુલાઈ સુધીમાં 550 રેપ કેસ નોંધાય હતા, જેમાં 323 કેસમાં પીડિતા સગીર વયની હતી.

પ્રતિકાત્મક તસવીર. ફોટો/આઈસ્ટોક

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી તાલુકાના એક ગામમાં એક 21 વર્ષીય વ્યક્તિએ એક 13 વર્ષની છોકરીનું અપહરણ કરી અને તેની છેડતી કરી હોવાનો કે સ આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરવામાં આવી અને છોકરીને ઉગારી લેવાઈ છે.

થાણે જિલ્લાના ડોમ્બિવલીના વિષ્ણુ નગરમાંથી પણ 20 સપ્ટેમ્બરે બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી અક્ષય પાટીલને ભીવંડીના કાહલેર ગામમાં શોધી કાઢ્યો હતો. થાણેમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. છોકરીને 23 સપ્ટેમ્બરના રોજ બચાવવામાં આવી હતી અને તેના માતાપિતાને સોંપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં જાતીય સતામણી અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધતાં જઈ રહ્યા છે. એક અહેવાલ અનુસાર મુંબઈમાં આ વર્ષે જુલાઈ સુધીમાં 550 રેપ કેસ નોંધાય હતા, જેમાં 323 કેસમાં પીડિતા સગીર વયની હતી.

તાજેતરમાં, ડોમ્બિવલીની એક 15 વર્ષની છોકરી પર પણ છેલ્લા આઠ મહિનામાં 33 પુરુષોએ બળાત્કાર ગુજાર્યો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધીમાં 29 લોકોની ધરપકડ કરી છે અને બે સગીરોની અટકાયત કરી છે જ્યારે અન્ય બે હજુ પણ ફરાર છે.

dombivli thane thane crime mumbai news