13 August, 2024 07:35 AM IST | Shimla | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હિમાચલ પ્રદેશમાં રવિવારથી ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનના કારણે ચાર નૅશનલ હાઇવે સહિત કુલ ૩૩૮ રોડને નુકસાન પહોંચતાં એને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. શિમલામાં ૧૦૪, મંડીમાં ૭૧, સિરમુરમાં ૫૮, ચંબામાં ૫૫ અને કુલ્લુમાં ૨૬ રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. ગઈ કાલે ઉનામાં અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયાં હતાં. જુલાઈના અંતમાં આવેલા ભારે વરસાદથી શિમલા, કુલ્લુ અને મંડી જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે. ૧૦૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને રાજ્યને આશરે ૮૪૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શનિવાર સુધી યલો અલર્ટ આપવામાં આવ્યું છે.