31 December, 2025 03:48 PM IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
ભાજપના વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ બુધવારે X પર એક ચોંકાવનારો વીડિયો શૅર કરીને મહિલાઓની સુરક્ષા અંગે મમતા બેનર્જીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. અધિકારી દ્વારા શૅર કરાયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક પુરુષો લાકડીઓ વડે મહિલાઓ પર ક્રૂરતાથી હુમલો કરી રહ્યા છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગ સબડિવિઝનના બસંતી બ્લોકના ઉત્તર ભાંગનામારી ગામમાં બની હોવાના દાવા સાથે શૅર કરવામાં આવ્યો હતો.
ક્લિપ શૅર કરીને અધિકારીએ લખ્યું, “મમતા બેનર્જીના પશ્ચિમ બંગાળમાં કોઈ પણ મહિલા સુરક્ષિત નથી!!! ઉત્તર ભાંગનામારી ગામના આ વિક્ષેપજનક દ્રશ્યો.” તેમણે આરોપ લગાવ્યો કે ફરિયાદી દ્વારા જલીલ ભાંગનામારી, મુન્ના ભાંગનામારી, આરિફ ભાંગનામારી અને અન્ય તરીકે ઓળખાતા આરોપીઓએ મહિલા અને તેના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્ન ઉઠાવતા, અધિકારીએ કહ્યું કે તે ‘આશ્ચર્યજનક’ છે કે મહિલાઓ સામે આવી હિંસા ધોળા દિવસે પણ થઈ રહી છે, જે સૂચવે છે કે શાસક પક્ષ સાથે કથિત સંબંધોને કારણે આરોપીઓ મુક્તિ રીતે હિંસા કરી રહ્યા છે. "મહિલાઓની સુરક્ષા માટે આ મહિલા વિરોધી રાજ્ય સરકારને ઉથલાવી દેવી જોઈએ," તેમણે ઉમેર્યું.
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ પણ આવી જ ચિંતા વ્યક્ત કરી, ઘટનાના વીડિયોમાં જોવા મળેલા દ્રશ્યોને ‘ભયાનક’ ગણાવ્યા અને કહ્યું કે આ ઘટના પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણ પતનને પ્રતિબિંબિત કરે છે. "આવી બેશરમ હિંસા દર્શાવે છે કે ગુનેગારોને હિંમત મળી રહી છે, કાં તો રાજકીય ટેકાને કારણે અથવા રાજ્ય પ્રશસનની ઉદાસીનતાને કારણે," તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર ‘મહિલા વિરોધી’ બની ગઈ છે જેને હવે ઉથલાવી દેવી જોઈએ.
આ ભયાવહ ઘટનાઓ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે પશ્ચિમ બંગાળ સરકારની વ્યાપક પણે ટીકા થઈ રહી છે અને રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે ફરી ચિંતાઓ વધી રહી છે.
૨૦૨૬ના માર્ચ-એપ્રિલમાં જ્યાં ચૂંટણી યોજાવાની છે એવા પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલકત્તામાં એક પ્રેસ-કૉન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ‘મમતા બૅનરજી સરકાર પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી રોકી શકતી નથી. જો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર બનશે તો અહીં એક પક્ષી પણ ઘૂસણખોરી કરી શકશે નહીં. કેન્દ્ર સરકારની બધી યોજનાઓ બંગાળમાં ઠપ થઈ ગઈ છે.’ અમિત શાહની પ્રેસ-કૉન્ફરન્સ બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘શકુનિનો ચેલો દુશાસન માહિતી એકત્રિત કરવા બંગાળ આવ્યો છે. ચૂંટણી નજીક આવતાંની સાથે જ દુશાસન અને દુર્યોધન જોવા મળવા લાગે છે. આજે BJP કહી રહી છે કે મમતા બૅનરજીએ જમીન આપી નહોતી, તો પેટ્રાપોલ અને અંદાલમાં કોણે જમીન આપી?’