આંધળો પ્રેમ!! દીકરીના થવાના હતાં લગ્ન, પણ સાસુ જમાઈ સાથે...

10 April, 2025 07:00 AM IST  |  Aligarh | Gujarati Mid-day Online Correspondent

Bride`s Mother Elopes with Groom-to-be: ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં દીકરી માટે પસંદ કરેલો જમાઈ સાસુના પ્રેમમાં પડી ગયો અને બંને રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયાં. જાણો આખી ઘટના...

ભાગી ગયેલાં સાસુ અને જમાઈ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં દીકરી માટે પસંદ કરેલો જમાઈ સાસુના પ્રેમમાં પડી ગયો અને બંને રૂપિયા અને ઘરેણાં લઈને ફરાર થઈ ગયાં. આ ઘટના મડરાક પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં ઘટી હતી, જ્યાં રહેનાર એક મહિલાએ પોતાની જ દીકરીના થનારા પતિ સાથે પ્રેમ સંબંધ બાંધ્યો અને લગ્નનાં અઠવાડિયા પહેલાં તેની સાથે ભાગી ગઈ. જ્યારે પરિવારે તિજોરી તપાસી ત્યારે ખબર પડી કે અંદાજે 3.5 લાખ રૂપિયા રોકડ અને 5 લાખ રૂપિયાનાં સોના-ચાંદીના દાગીના પણ ચોરી લીધાં હતાં.

લગ્નની તૈયારીઓ વચ્ચે પાંગર્યો પ્રેમ
ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે મહિલાએ પોતે દીકરીનાં લગ્ન માટે એક યુવક પસંદ કર્યો હતો. થનારો જમાઈ ઘરઆંગણે આવતો જતો હતો અને બધાંને લાગતું હતું કે તે લગ્નની તૈયારીઓ કરી રહ્યો છે. પણ આ દરમિયાન જમાઈ અને સાસુની વચ્ચે પ્રેમ પાંગર્યો. અહેવાલ મુજબ, યુવકે થોડા દિવસ પહેલા સાસુને મોબાઈલ ફોન ભેટમાં આપ્યો હતો. તે સમયે આ વાત સામાન્ય લાગી હતી, પણ હવે આ ગિફ્ટ પાછળના રહસ્યનો ખુલાસો થયો છે.

શૉપિંગનાં બહાને ઘરેથી નીકળ્યા અને પછી ફરાર
લગ્નની તારીખ ૧૬ એપ્રિલ નક્કી કરવામાં આવી હતી અને કાર્ડ પણ વહેંચાઈ ચૂક્યાં હતાં. આ દરમિયાન દુલ્હો પોતાની સાસુ સાથે શૉપિંગ કરવા જવાની વાત કહીને ઘરેથી નીકળી ગયો. થોડી વાર બાદ બંનેના ફોન બંધ આવવા માંડ્યા.

કેસની તપાસ દરમિયાન એક બીજી ચોંકાવનારી બાબત સામે આવી છે. મહિલાના જમાઈએ થોડાં દિવસો પહેલા તેને એક મોંઘો સ્માર્ટફોન ભેટમાં આપ્યો હતો. બંને એ જ ફોનનાં માધ્યમથી સતત સંપર્કમાં રહેતાં હતાં અને દિવસ-રાત વાતચીત કરતાં હતાં. મહિલાના પતિ જીતેન્દ્ર કુમાર, જે બૅંગલુરુમાં કામ કરે છે, તેણે જણાવ્યું કે, “હું સામાન્ય રીતે દર મહિને કે બે મહિનામાં એકવાર ઘરે આવું છું. છેલ્લી વખત જ્યારે ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે મારી પત્ની તેની દીકરીના થનારા પતિ સાથે ફોનમાં ખૂબ વાતો કરતી હતી. શરૂઆતમાં મેં આ બાબત અવગણી દીધી, પરંતુ પછી ખબર પડી કે એ યુવક મારી પત્ની સાથે રોજ 20-22 કલાક વાતચીત કરતો હતો, જ્યારે મારી દીકરી સાથે લગભગ નહિવત જ વાતો થતી હતી.” જીતેન્દ્રએ વધુમાં જણાવ્યું કે, “ઘરમાં 3.5 લાખ રૂપિયા રોકડ અને અંદાજે 5 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના હતા, જે દીકરીનાં લગ્ન માટે રાખ્યાં હતાં. મારી દીકરીનાં લગ્ન તૂટી ગયાં અને મારી ઈજ્જતના ધજાગરા ઉડી ગયાં છે.”

તિજોરી ચકાસતાં ઘરેણાં અને રોકડ ગુમ
છોકરીના પિતાને શંકા થતાં તેમણે તિજોરી ચકાસી. જેમાં લગ્ન માટે રાખેલા ઘરેણાં અને રોકડ રકમ ગુમ હતી. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ થઈ કે સાસુ અને જમાઈ ઘરમાંથી ઘરેણાં અને પૈસા લઈને ફરાર થઈ ગયાં છે. પરિવારજનોની ફરિયાદના આધારે હવે પોલીસ બંનેને શોધી રહી છે અને તેમનાં મોબાઇલ લોકેશન્સને ટ્રૅક કરવામાં આવી રહ્યા છે.

uttar pradesh aligarh relationships love tips tips offbeat news life and style