દિલ્હીનાં CM પર હુમલો કરનાર રાજકોટનો, આરોપીની માતાએ કહ્યું “તે પ્રાણી પ્રેમી છે”

20 August, 2025 04:44 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

રાજેશે તેના પરિવારને જાણ કર્યા વિના દિલ્હી પ્રવાસ કર્યો હોવાનું કહેવાય છે અને બાદમાં તેના પિતાને ફોન પર રખડતા કૂતરાઓનો ઉલ્લેખ કર્યો હતો. જાહેર સુનાવણી દરમિયાન, તેણે મુખ્ય પ્રધાનને કાગળો આપ્યા હતા અને હુમલો શરૂ કરતા પહેલા કોર્ટ કેસનો ઉલ્લેખ કર્યો.

દિલ્હીના સીએમ રેખા ગુપ્તા (તસવીર: X)

નવી દિલ્હીમાં બુધવારે સિવિલ લાઇન્સ સ્થિત દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાનાં સત્તાવાર નિવાસસ્થાને જનતા દરબારની જાહેર સુનાવણી દરમિયાન તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ ગુજરાતના રાજકોટના 41 વર્ષીય રાજેશ ખીમજી ભાઈ સાકરિયા તરીકે હોવાનું જાણ થઈ હતી, અને તેની સુરક્ષારક્ષકો દ્વારા તરત જ ધરપકડ કરવામાં આવી હતી. કથિત હુમલાખોરને હુમલા પછી તરત જ દિલ્હી પોલીસે પકડી લીધો હતો, જોકે હવે તેની માતાએ અને પાડોશીઓએ એવા અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજેશ મુખ્ય પ્રધાન ફરિયાદો સાંભળી રહ્યા હતા ત્યારે તેમની પાસે પહોંચ્યો, અચાનક બૂમ પાડી અને તેમના પર ભારે વસ્તુ ફેંકી અને તેમને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો. પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે તેમને ઈજાઓ થઈ હશે, તબીબી તપાસ હજી બાકી છે. આ હુમલાને મુખ્ય પ્રધાનની સુરક્ષામાં ગંભીર ભંગ તરીકે ગણવામાં આવી રહ્યો છે, જેના કારણે અધિકારીઓએ તેમના નિવાસસ્થાન પર સુરક્ષા વધારી દીધી છે અને ઘટનાની આંતરિક તપાસ શરૂ કરી છે.

પોલીસે હુમલા પાછળનો હેતુ નક્કી કરવા માટે તપાસ શરૂ કરી છે. રાજેશના પરિવાર અને રાજકોટમાં રહેતા પડોશીઓએ જણાવ્યું છે કે તે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે અને ઘરમાં અણધારી વર્તન કરવાનો પણ ઇતિહાસ ધરાવે છે, જોકે તે સમુદાયમાં પ્રાણી પ્રેમી અને રિક્ષાચાલક તરીકે ઓળખાય છે. તેની માતાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી-એનસીઆરની શેરીઓમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના તાજેતરના નિર્દેશો પછી તે વધારે હેરાન થઈ ગયો હતો, જેનાથી તે નારાજ થયો હોય તેવું લાગતું હતું.

રાજેશે તેના પરિવારને જાણ કર્યા વિના દિલ્હી પ્રવાસ કર્યો હોવાનું કહેવાય છે અને બાદમાં તેના પિતાને ફોન પર રખડતા કૂતરાઓનો ઉલ્લેખ કર્યો હતો. જાહેર સુનાવણી દરમિયાન, તેણે મુખ્ય પ્રધાનને કાગળો આપ્યા હતા અને હુમલો શરૂ કરતા પહેલા કોર્ટ કેસનો ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે.

રાજેશની માતાએ શું કહ્યું?

રાજેશ ખીમજીની માતાનું નામ ભાનુ છે. તેમણે કહ્યું હતું કે “મારો પુત્ર પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. મારો એક જ દીકરો છે. તે 41 વર્ષનો છે. તે ઉજ્જૈન ગયો હતો. ત્યાંથી તે દિલ્હી ગયો. મેં એક દિવસ પહેલા તેની સાથે વાત કરી હતી. તે ગાયોની સાથે કૂતરાઓની પણ સંભાળ રાખતો હતો. તેને પ્રાણીઓ ખૂબ ગમતા હતા. તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. મને ખબર નથી કે તેણે દિલ્હીના મુખ્ય પ્રધાન પર શા માટે હુમલો કર્યો.

 

rekha gupta delhi cm new delhi rajkot delhi police delhi news