✕

ભુતાનમાં ગ્લેશિયર લેક ફાટ્યું, પશ્ચિમ બંગાળના ૧૨,૦૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

31 October, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામમાં પણ હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આસામના મુખ્ય પ્રધાન સહિત સમગ્ર તંત્ર ધુબરી જિલ્લાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 

ભુતાનમાં ભયાનક સ્થિતિ

પાડોશી દેશ ભુતાનના ગાસા વિસ્તારમાં આવેલા શિનતાફુ લેકમાં ગુરુવારે સાંજે ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ની ઘટના બન્યા બાદ પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં સંકોશ નદીના જળસ્તરમાં બે ફુટનો વધારો નોંધાયો હતો. પૂરના સંભવિત ખતરાને જોતાં વહીવટી તંત્રએ શુક્રવારે નદીકાંઠે રહેતા આશરે ૧૨,૦૦૦ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું હતું. સદ‍્નસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બચાવ અને રાહત કામગીરી માટે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમો તહેનાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ ઉપરાંત આસામમાં પણ હાઈ અલર્ટ જાહેર કરવામાં આવી છે. આસામના મુખ્ય પ્રધાન સહિત સમગ્ર તંત્ર ધુબરી જિલ્લાની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. 

ભુતાનમાં ભયાનક સ્થિતિ

ભુતાનના ગાસા જિલ્લામાં આવેલા શિનતાફુ લેક ફાટવાથી આશરે ૭.૪ મિલ્યન ક્યુબિક મીટર પાણી, કાદવ, મોટા ખડકો અને કાટમાળ અચાનક મો ચુ નદીમાં ધસી આવ્યાં હતાં. આટલા મોટા જથ્થામાં પાણી છૂટવાને કારણે ભુતાનના ઉપરવાસના પર્વતીય વિસ્તારોમાં ફ્લૅશ ફ્લડની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે જાનમાલની ભારે નુકસાની થઈ હતી.

west bengal tibet flash floods floods in india monsoon news Weather Update cyclone north east india