ચૂંટણીઢંઢેરામાં મમતા બૅનરજીએ પણ આપ્યું CAA રદ કરવાનું વચન

18 April, 2024 09:26 AM IST  |  West Bengal | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ (MSP)ને લઈને સમર્થન આપવા પર પણ ભાર મૂક્યો હતો.

મમતા બૅનરજી

વિપક્ષી ગઠબંધન INDIAની સભ્ય તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)એ ગઈ કાલે લોકસભા ચૂંટણી માટે મૅનિફેસ્ટો બહાર પાડ્યો હતો. INDIA બ્લૉકના અન્ય સભ્યોની જેમ TMCએ પણ પોતાના મૅનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ (CAA) રદ કરશે. પશ્ચિમ બંગાળની સત્તારૂઢ પાર્ટીએ ચૂંટણીઢંઢેરામાં ગરીબીરેખાથી નીચેના પરિવારોને દર વર્ષે ૧૦ મફત LPG સિલિન્ડર અને દર મહિને પાંચ કિલો મફત રૅશનનું વચન આપ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ (MSP)ને લઈને સમર્થન આપવા પર પણ ભાર મૂક્યો હતો. મમતા બૅનરજીની પાર્ટીએ પોતાના ઢંઢેરામાં જણાવ્યું હતું કે તેઓ પેટ્રોલ અને ડીઝલની વાજબી કિંમતો નક્કી કરશે અને પ્રાઇસ સ્ટૅબિલાઇઝેશન ફન્ડ બનાવશે. 

mamata banerjee west bengal Lok Sabha Election 2024 trinamool congress