૩૦૦ કિમી લાંબા ટ્રાફિક જામને કારણે મહાકુંભનો માર્ગ ઠપ્પ, હજારો યાત્રાળુઓ ફસાયા

11 February, 2025 06:55 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Online Correspondent

MahaKumbh 2025 Traffic Jam: પ્રયાગરાજમાં મહાકુંભ માટે 300 કિમી લાંબા ટ્રાફિક જામના કારણે હજારો શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. હાઈવે પર ભારે વાહન ભીડથી મુસાફરોને મુશ્કેલી પડી. ટ્રેનોમાં પણ ભારે ભીડ જોવા મળી, પ્રશાસન દબાણમાં આવ્યું અને યાત્રાળુઓ રોષે ભરાયા.

પ્રયાગરાજના મહાકુંભ માર્ગ પર 300 કિમી લાંબો ટ્રાફિક જામ, હજારો શ્રદ્ધાળુઓ કલાકો સુધી ફસાયા. (તસવીર: મિડ-ડે)

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળા તરફ જતાં રસ્તા પર 300 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાંબી લાઇન જોવા મળી રહી છે, જેને લીધે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ફસાયા છે. આ ટ્રાફિક જામને લીધે રવિવાર અને સોમવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા. આ અત્યંત ગંભીર પરિસ્થિતિ, જેને સોશિયલ મીડિયા પર "વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ" તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ટ્રાફિક લગભગ 200 થી 300 કિલોમીટરના વિસ્તારમાં સર્જાતા મધ્ય પ્રદેશથી મુસાફરી કરતા યાત્રાળુઓને ભેરે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય પોલીસે અનેક જિલ્લાઓમાં વાહન વ્યવહાર સ્થગિત કરી દીધું હતું, જેના કારણે મુસાફરો હાઈવે પર કલાકો સુધી ફસાઈ ગયા છે. ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધતાં, સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પ્રશાસનની અસમર્થતા પર સવાલ ઉઠાવ્યા અને ફસાયેલા શ્રદ્ધાળુઓની હાલત પર તાત્કાલિક ધ્યાન આપવા માટે આહવાન કર્યું. "ભૂખ્યા, તરસ્યા, હતાશ અને થાકેલા શ્રદ્ધાળુઓની પરિસ્થિતિને માનવતાની દ્રષ્ટિએ જોવી જોઈએ. શું સામાન્ય શ્રદ્ધાળુઓ માનવ નથી?" યાદવે X પર પોસ્ટ કરીને પૂછ્યું. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ મહાકુંભ દરમિયાન ઉત્તર પ્રદેશમાં વાહનો માટે ટોલ-ફી માફ કરવાની પણ માગણી કરી હતી, જેથી યાત્રાળુઓ માટે મુસાફરી સરળ બની શકે અને ટ્રાફિક સમસ્યા ટાળી શકાય. "મહાકુંભના પવિત્ર પ્રસંગે, યુપીમાં વાહનોને ટોલ-મુક્ત કરવી જોઈએ. આ મુસાફરીની મુશ્કેલીઓ અને ટ્રાફિક જામના પ્રશ્નો ઉકેલશે. જ્યારે એન્ટેરટેઈન્મેન્ટ ટૅક્સ મુક્ત બનાવી શકાય, તો આ ધાર્મિક પ્રસંગ માટે વાહનોને ટોલ-મુક્ત કેમ ન કરી શકાય?.” તેમણે વિશેષ મુશ્કેલીભર્યા વિસ્તારો પર પ્રકાશ પાડ્યો, જેમાં લખનૌ તરફથી પ્રયાગરાજમાં પ્રવેશતા પહેલા 30 કિમી દૂર નવાબગંજમાં મોટો ટ્રાફિક જામ, રેવા રોડથી 16 કિમી પહેલાં ગૌહનિયામાં અવરોધ અને વારાણસી તરફ 12-15 કિમી સુધી લંબાયેલો ટ્રાફિક જામનો ઉલ્લેખ કર્યો. તેમણે ટ્રેનોમાં ભારે ભીડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં મુસાફરો તેમના ગંતવ્યસ્થળે પહોંચવા માટે એન્જિનમાં ઠસ્સો-ઠસ ભરાઈને મુસાફરી કરતા જોવા મળ્યા. તેમણે કહ્યું, "સામાન્ય જીવન મુશ્કેલ બની ગયું છે."

આ દરમિયાન, મધ્ય પ્રદેશમાં અધિકારીઓએ અનેક જિલ્લાઓમાં વાહન વ્યવહાર રોકી દીધો છે. કટની જિલ્લામાં પોલીસે લાઉડસ્પીકર દ્વારા ઘોષણા કરી કે સોમવાર સુધી ટ્રાફિક બંધ રહેશે. માઈહારમાં, અધિકારીઓએ વાહનોને કટની અને જબલપુર તરફ પાછા ફરવા અને તત્પૂરતો આશરો લેવા માટે સલાહ આપી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અનેક વીડિયોમાં કટની, જબલપુર, માઈહાર અને રેવા જિલ્લાઓમાં ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. નજરે જોનારા લોકોને જણાવ્યા મુજબ, કટનીથી રેવા જિલ્લાના ચકઘાટ ખાતે એમપી-યુપી સીમા સુધી લગભગ 250 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હતો.

આ સંકટ વચ્ચે, મધ્ય પ્રદેશ ભાજપ પ્રમુખ વી.ડી. શર્માએ X પર તેમના કાર્યકરોને પોતપોતાના વિસ્તારમાં ફસાયેલા યાત્રાળુઓની મદદ કરવા કહ્યું. "તમામ કાર્યકરોને વિનંતી છે કે મહાકુંભ જઈ રહેલા શ્રદ્ધાળુઓની તમામ રીતે મદદ કરો. જરૂર પડે તો ખાણી-પીણી અને આશરાની વ્યવસ્થા કરો. કોઈ શ્રદ્ધાળુ મુશ્કેલીમાં ન આવે તે સુનિશ્ચિત કરો. આ મહાયજ્ઞમાં આપણે પણ સહભાગી બનીએ.". ફસાયેલા શ્રદ્ધાળુઓએ ટ્રાફિક વ્યવસ્થાના અભાવ પર રોષ વ્યક્ત કર્યો. ફરીદાબાદના એક યાત્રાળુએ જણાવ્યું કે જે સફર સામાન્ય રીતે થોડી કલાકોમાં પૂરી થવી જોઈએ, તેને પૂર્ણ કરવામાં 24 કલાકનો સમય લાગ્યો. જયપુરથી આવેલા એક પરિવારએ કહ્યું કે માત્ર 4 કિલોમીટરનો અંતર કાપવામાં પણ કલાકો લાગે છે. મહાકુંભ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે, જેના કારણે પ્રશાસન સામે વધતા દબાણ સાથે ટ્રાફિકની સમસ્યા ઉકેલવાનો કરવા અને શ્રદ્ધાળુઓની વ્યવસ્થા કરવાની જવાબદારી છે.

kumbh mela prayagraj social media akhilesh yadav uttar pradesh bharatiya janata party madhya pradesh