માની મમતાને લાંછન, ઉત્તરપ્રદેશમાં માતાએ 50 હજારમાં ત્રણ મહિનાને બાળકને વેચ્યું

12 July, 2021 06:26 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરપ્રદેશમાં માની મમતા લજવે તેવી એક ઘટના સામે આવી છે. એક માતાએ કેટલાક રૂપિયા માટે પોતાના સંતાનને વેચી દીધુ હતું.

પ્રતીકાત્મક તસવીર

ગરીબી અને લાચારી સામે સૌ કોઈ પાંગળા બની જાય છે.  પરંતુ હાલ જે વાત કરવાની છે તે ઘટના તો મા ના વાત્સ્લ્યને લજવે તેવી છે. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં માતાની લાલચ એવી કે તેને માત્ર 50 હજાર રૂપિયામાં પોતાના ત્રણ મહિનાના બાળકને વેચી દીધુ. આટલું નહી બાળકને વેચી દીધા બાદ અપહરણની ખોટી મનઘડંત કહાની બનાવી.  પોલીસની સર્તકતાને કારણે બાળકને સીસીટીવી ફુટેજની આધારે બાળને 1 કલાકમાં જ શોધી કાઢ્યો હતો. આ સાથે જ પોલીસે બાળકને ખરીદનાર મહિલાને પણ ઝડપી પાડી છે. 

ગોરખનાથના ઈલાહીબાગમાં રહેતી મહિલા સલમા ખાતુને પોલીસને જણાવ્યું કે શહનાઈ મેરિજ હાઉસ પાસેથી પસાર થઈ રહી હતી.  આ દરમિયાન લાલ સાડી પહેરેલી એક મહિલા વાહન લઈને આવી અને બાળકને છીનવીને લઈ ગઈ હતી. 

આ ઘટના બાદ પોલીસે તુરંત સીસીટીવી ફુટેજને આધારે  તપાસ શરૂ કરી હતી. અને એખ કલાકની અંદર જ આ ઘટનાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે હાલ બાળક વેચનાર મહિલા અને ખરીદનાર બંનેની ધરપકડ કરી છે.  

પોલીસે જણાવ્યું હતું કે બાળકના પિતા પોતાના સંતાનને લઈ ખુબ જ દુઃખી હતા. તેમણે પોલીસને કહ્યું હતું કે જો તેમનું બાળક નહીં મળે તો તે આત્મહત્યા કરી લેશે. આ જ ડરથી મહિલાએ આ અપહરણની ખોટી મનઘડંત કહાની બનાવી બાળકને વેચી નાખવાની ઘટનાને છુપાવવા માગતી હતી. અને આખરે મહિલાને આ ઘટનાને અપહરણનું સ્વરૂપ આપ્યું. 

મહિલાએ પોલીસને જણાવ્યું હતુ કે તેને આ બાળક પહેલા 3 સંતાન છે. તેથી તેણે ચોથુ બાળક વેચી દેવાનું વિચાર્યુ હતું. તેણીએ પોલીસને નિવેદનમાં જણાવતાં કહ્યું હતું કે બાળક તો બીજી વાર પણ પેદા કરી શકાય. આ બધી વાતો સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. 

uttar pradesh gorakhpur Crime News