BJP અને JDUમાં હવે કોઈ મોટું નહીં, બન્ને બરાબરીમાં

13 October, 2025 09:31 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAની સીટ-શેરિંગ ફૉર્મ્યુલા ફાઇનલ

મેડિકલ સ્ટુડન્ટ પરના ગૅન્ગરેપ સામે ગઈ કાલે દુર્ગાપુરમાં BJPના નેતાઓએ મુખ્ય પ્રધાનના બફાટ અને પોલીસની નબળી કાર્યવાહી સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

બન્નેને ૧૦૧-૧૦૧, LJP (R)ને ૨૯ અને RLM-HAMને ૬-૬ સીટો ફાળવવામાં આવી

બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ગઈ કાલે નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ સીટ-શૅરિંગની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) અને જનતા દળ યુનાઇટેડ (JDU) એ બન્ને પાર્ટીઓએ એકસમાન સીટોની ફાળવણી કરી છે. બન્ને ૧૦૧-૧૦૧ સીટો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) LJP (R) ૨૯ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. જિતન રામ માંઝીની હિન્દુસ્તાન અવામ મોરચા (HAM) અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક મોરચા (RLM)ને ૬-૬ બેઠકો ફાળવવામાં આવી છે.

સીટ-શૅરિંગ ફાઇનલ થઈ ગયા પછી હવે આજે સોમવારે NDAએ પ્રેસ-કૉન્ફરન્સ બોલાવી છે. આ પહેલાં ચિરાગ પાસવાન અને જિતન રામ માંઝીએ વધુ બેઠકો મેળવવા માટે જીદ કરી હતી. જોકે એ પછી ગઈ કાલે બન્ને માની ગયા હતા. જિતન રામ માંઝીએ કહ્યું હતું કે ‘આલાકમાને જે નિર્ણય લીધો એ સ્વીકાર્ય છે. અમને માત્ર ૬ જ સીટો આપીને તેમણે અમારા મહત્ત્વને ઓછું આંક્યું છે. એની અસર NDA પર પડી શકે છે.’ 

BJP અને JDU બરાબરી પર 
૨૦૦૫થી લઈને છેલ્લી વિધાનસભા ચૂંટણી સુધી JDUએ હંમેશાં BJP કરતાં વધુ બેઠકો પર ચૂંટણી લડી હતી. ગઈ ચૂંટણીમાં પણ JDUએ ૧૧૫ અને BJPએ ૧૧૦ સીટો પર ચૂંટણી લડી હતી, પરંતુ આ વખતે બન્ને પાર્ટીઓએ બેઠકોની ફાળવણીમાં બરાબરી જાળવી છે.

bihar bihar elections bharatiya janata party national democratic alliance chirag paswan political news indian government