18 November, 2026 11:36 AM IST | Manila | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદીએ ફોટોસેશન દરમ્યાન તિરંગાનું સ્પૉટ માર્કર ઉપાડી લઈને દિલ જીતી લીધું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે ફિલિપીન્સમાં મુલાકાત થઈ હતી. બન્ને નેતાઓ રાજધાની મનિલામાં યોજાઈ રહેલી ક્વૉડ (QUAD) બેઠકમાં સામેલ થયા હતા. આ બેઠક પછી ક્વૉડ દેશોના નેતાઓ ફોટોસેબશન માટે એકસાથે ઊભા રહ્યા ત્યારે તેમની એક ચેષ્ટાએ દિલ જીતી લીધું હતું. ફોટોસેશન વખતે જમીન પર પડેલું ભારતના તિરંગાવાળું સ્પૉટ માર્કર ઉપાડીને વડા પ્રધાન મોદીએ ખિસ્સામાં મૂકી દીધું હતું. દેશના નેતાની રાષ્ટ્રધ્વજ કોઈનાયે પગમાં ન આવે એની નાની કાળજીએ લોકોનું દિલ જીતી લીધું હતું.’ ક્વૉડ દેશો વચ્ચે રૅર અર્થ ગણાતાં અત્યંત જરૂરી ખનિજોનો પુરવઠો જાળવી રાખવા માટે એક મહત્ત્વનો કરાર થયો હતો. આ સમજૂતીથી ચીન પરની નિર્ભરતા ઘટાડી શકાશે.