Shashi Tharoor : થરૂરે ટ્વિટમાં `Conderned` લખી નાખ્યું! લખવું હતું શું ને લખાઈ ગયું શું!

30 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Shashi Tharoorએ `concerned` આ શબ્દ લખવાની જગ્યાએ શશિ થરૂરે ભૂલથી `conderned` એવો સ્પેલિંગ ટાઇપ કરી નાખ્યો હતો.

કૉન્ગ્રેસ સાંસદ શશિ થરૂર

કૉન્ગ્રેસ સાંસદ શશિ થરૂર (Shashi Tharoor) આમ તો તેમના ભાષાભંડોળને લઈને જાણીતા છે. પણ તાજેતરમાં જ શશિ થરૂરે એક એવી પોસ્ટ મૂકી હતી જેમાં તેઓથી નાની એવી ટાઇપો મિસ્ટેક થઈ ગઈ હતી. જેને લોકોએ પકડી પાડી હતી અને કૉન્ગ્રેસ સાંસદને ખૂબ જ ટ્રોલ કર્યા હતા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાનું હસવું પણ રોકી શક્ય નહોતા. અને જાતજાતની કમેન્ટ્સ કરી હતી.

વાત એમ છે કે શશિ થરૂરે એક અંગ્રેજી શબ્દનો સ્પેલિંગ લખવામાં ગોટાળો કર્યો હતો. `concerned` આ શબ્દ લખવાની જગ્યાએ શશિ થરૂરે ભૂલથી `conderned` એવો સ્પેલિંગ ટાઇપ કરી નાખ્યો હતો. જેના કારણે સોશિયલ મીડિયા પર લોકોએ આ અર્થવિહીન શબ્દ પર મૂંઝવણ વ્યક્ત કરી હતી.

હવે પાછું શશિ થરૂર (Shashi Tharoor) જેવા વ્યક્તિ આવી મિસ્ટેક કરે તે તો જવલ્લે જ બને. માટે લોકોએ પણ સૌ પ્રથમ થરૂરે વપરેલા શબ્દનોં સ્પેલિંગ બે-ત્રણવાર ડિક્શનરીમાં ચેક કર્યો. કે આવો કોઈ શબ્દ છે તો નહીં ને! આખરે આવો કોઈ શબ્દ મળ્યો નહીં એટલે પછી યુઝર્સે થરૂરને પ્રશ્ન કર્યો હતો. આ વિષે એક એક યુઝરે લખ્યું હતું કે - "જ્યારે શશિ થરૂર આવો કોઈ શબ્દ ટાઈપ કરે છે ત્યારે સૌ પ્રથમ તો આપણે એમ જ માની લઈએ છીએ કે આવો કોઈ શબ્દ હશે જ. તો અન્ય એક યુઝર ટીખળ કરતાં કહે છે કે, "સર, "શું આ નવો શબ્દ છે?"

Shashi Tharoor:અત્યારનો ઈન્ટરનેટનો સમય જ એવો છે કે તમે લખવામાં, બોલવામાં જરાય ગરબડ કરો ચો તો તે લોકો પકડી પાડે છે. એક યુઝરે લખ્યું હતું કે, "સર, જો તમારા જેવા ટાઈપો મિસ્ટેક કરશે તો લોકો આશ્ચર્ય પામશે કે શું આ કોઈ નવો શબ્દ આવી ગયો છે." તો બીજાએ થરૂરની ટીખળ કરે છે અને કહે છે કે, "બ્રેકિંગઃ શશિ થરૂર જોડણીની ભૂલો કરી શકે છે!" ત્યાંથી પણ આગળ નીકળીને એક જણે તો કહી દીધું કે હું થરૂર-ઓક્સફોર્ડ ડિક્શનરી ક્યાંથી મેળવી શકીશ?

જોકે, પોતાના ફોલોવર્સ સાથે સતત સંપર્ક બનાવતા થરૂરે પોતાની લાક્ષણિક અદાથી રમુજ કરતાં જવાબ આપ્યો હતો કે જ્યારે ચિંતાતુર અને  બેદરકાર અંગૂઠાઓ ટાઇપ કરે છે ત્યારે આવું થઈ જતું હોય છે.

કૉન્ગ્રેસ નેતા શશિ થરૂર (Shashi Tharoor) આ પ્રકારની રમૂજ માટે જાણીતા છે. આ પહેલા પણ એવું બન્યું જ છે.  તેમના ટ્વીટ પછી લોકો તેમના ટ્વીટમાં વપરાયેલા ટાઈપો મિસ્ટેકવાળા શબ્દોનો અર્થ  શોઢે છે. હવે ફરી એકવાર શશિ થરૂર એક અંગ્રેજી શબ્દ માટે ચર્ચામાં આવી ગયાં છે.

 

shashi tharoor congress political news social media india