રાજ્ય સરકારની ટીકા પણ તેમની જાહેરાત છાપવા રેડ કાર્પેટ પાથરે છે ઠાકરેનું અખબાર?

17 July, 2025 07:03 AM IST  |  Mumbai | Viren Chhaya

આ જાહેરાતે હવે સરકારના અને વિપક્ષના નેતાઓએ પણ નિવેદનો આપ્યા છે. ઠાકરેના અખબારના પહેલા પાના પર નિતેશ રાણે દેખાય છે. ગઈ કાલે આદિત્ય ઠાકરેએ વિધાનસભામાં નિતેશ રાણેની ટીકા કરી હતી. ત્યારબાદ આજે ઠાકરેના મુખપત્રના પહેલા પાના પર આ જાહેરાત છપાઈ છે.

આજના સામના અખબારમાં આવેલી જાહેરાતને લઈને રાજકારણ ગરમાયું.

મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર પર શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા ટીકા કરવામાં આવે છે. ઠાકરેના અખબાર સામના દ્વારા પણ સરકાર પર ટીકા કરી તેમને સવાલ પુછવામાં આવે છે. જોકે આજના અખબારમાં એક એવી જાહેરાત છપાઈ હતી, જેને જેણે લોકોનું ધ્યાન ખેંચવાની સાથે રાજકીય નેતાઓને પણ ચર્ચામાં ઉતાર્યા છે.

અખબારના સંપાદક લેખ સાથે બીજા સમાચારોમાં સરકારના મત્સ્યઉદ્યોગ અને પોર્ટ વિકાસ મંત્રી નિતેશ રાણેની ટીકા કરવામાં આવી રહી છે. જોકે આજના સામનાના પહેલા જ પાને મહારાષ્ટ્ર સરકારની જાહેરાત છપાઈ છે, જેમાં નિતેશ રાણેની એક સ્માઇલ સાથે અને રાજ્ય સરકારની એક સમિટની જાહેરાત કરતી તસવીર પણ છે. આ જાહેરાત મહારાષ્ટ્ર મેરીટાઈમ સમિટ 2025 ની છે. તેમાં નિતેશ રાણે સાથે વડા પ્રધાન મોદી, સીએમ દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના બન્ને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારની પણ તસવીરો છે.

આ જાહેરાતે હવે સરકારના અને વિપક્ષના નેતાઓએ પણ નિવેદનો આપ્યા છે. ઠાકરેના અખબારના પહેલા પાના પર નિતેશ રાણે દેખાય છે. ગઈ કાલે આદિત્ય ઠાકરેએ વિધાનસભામાં નિતેશ રાણેની ટીકા કરી હતી. ત્યારબાદ આજે ઠાકરેના મુખપત્રના પહેલા પાના પર આ જાહેરાત છપાઈ છે. એક તરફ, સત્રમાં રાણે અને ઠાકરે વચ્ચે રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, રાણેની જાહેરાત માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવ્યું છે. આ કારણે યુબીટી નેતા સંજય રાઉત અને ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું.

આ અંગે રાઉતે કહ્યું “હા તો રહેવા દો, તે એક સરકારી જાહેરાત છે. મંત્રીઓ આવે છે અને જાય છે. તેઓ કહી રહ્યા છે કે મેરીટાઈમ બોર્ડ નારાયણ રાણેના નામે નથી, મેરીટાઇમ બોર્ડ સરકારનું છે. તે નારાયણ રાણેનું નથી. શું હું સાચું કહું છું, તે સરકારની જાહેરાત છે. અમારી લડાઈ સરકાર, શાસન અને ગદ્દારોથી છે. અમે ભ્રષ્ટ શાસકો સાથેના વિવાદનું સમાધાન પણ કરીશું અને લડીશું.”

રાઉતના જવાબમાં ઉદય સામંતે કહ્યું “આજે વોટ્સઍપ પર આ સમાચાર જોઈને મને ખૂબ જ આશ્ચર્ય થયું. કારણ કે નિતેશ રાણેના ખાતાની જાહેરાત અને તેના પર અમારા એકનાથ શિંદેનો ફોટો સામના પર આવ્યો તે એક સારો સંકેત છે. સામના અમારી ખૂબ ટીકા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સામના અમારી ખામીઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. સામના અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સામના અમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ કોઈ વાંધો નથી. સામના ચાલતું રહે તે માટે નિતેશજી રાણે કાર્યરત છે. મને સંપૂર્ણ સંતોષ છે કે સામના કામ કરી રહ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે આ જાહેરાત સામનાના પહેલા પાના પર છે.

saamana nitesh rane sanjay raut maharashtra news uddhav thackeray aaditya thackeray maha yuti political news viren chhaya