હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં કેટલાંક જહાજોએ ઈરાનને ૧૮ કરોડ રૂપિયાનો ટોલ ચૂકવવો પડશે

24 March, 2026 09:04 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

આ ટોલ પહેલાંથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે જે મહત્ત્વપૂર્ણ જળમાર્ગને નિયંત્રિત કરવાના નવા અભિગમને ચિહ્‍નિત કરે છે.

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વૈશ્વિક શિપિંગ ચોક પૉઇન્ટ પર પોતાનું નિયંત્રણ મેળવવા માટે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે કેટલાંક જહાજો પાસેથી બે મિલ્યન ડૉલર (આશરે ૧૮.૮ કરોડ રૂપિયા) વસૂલવાનો નિર્ણય લીધો છે. ઈરાન સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના સભ્ય અને ઈરાની સાંસદ અલાદ્દીન બોરોજેર્દીએ ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રૉડકાસ્ટિંગને જણાવ્યું હતું કે આ ટોલ પહેલાંથી જ અમલમાં મૂકવામાં આવ્યો છે જે મહત્ત્વપૂર્ણ જળમાર્ગને નિયંત્રિત કરવાના નવા અભિગમને ચિહ્‍નિત કરે છે.

બોરોજેર્દીના જણાવ્યા મુજબ ‘આ પગલું દાયકાઓ પછી સ્ટ્રેટમાં એક નવા સાર્વભૌમ શાસન તરીકે ઓળખાતા પગલાને પ્રતિબિંબિત કરે છે. સ્ટ્રેટમાંથી પસાર થતાં કેટલાંક જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી તરીકે બે મિલ્યન ડૉલર વસૂલવાથી ઈરાનની તાકાત પ્રતિબિંબિત થાય છે. યુદ્ધનો ખર્ચ થાય છે એથી સ્વાભાવિક રીતે અમારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં જહાજો પાસેથી ટ્રાન્ઝિટ ફી લેવી જોઈએ. આ પગલું ઇસ્લામિક રિપબ્લિકની સત્તા દર્શાવે છે.’

international news world news hormuz strait iran israel united states of america