શ્રીલંકાના દરિયાકાંઠે શરૂ સબમરીન યુદ્ધ? ઈરાની જહાજ અચાનક ડૂબી ગયું 101 લોકો ગુમ

04 March, 2026 06:27 PM IST  |  Sri Lanka | Gujarati Mid-day Online Correspondent

શ્રીલંકાના નૌકાદળના પ્રવક્તાએ સબમરીન હુમલાના અહેવાલોને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે ઘટનામાં ઘાયલ થયેલા 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જહાજ ડૂબવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

શ્રીલંકાએ તેના દરિયાકાંઠે એક ઈરાની જહાજ ડૂબી ગયા બાદ બચાવ કામગીરી શરૂ કરી છે. બુધવારે શ્રીલંકાના દરિયાકાંઠે એક ઈરાની નૌકાદળનું જહાજ ડૂબી ગયા બાદ 101 લોકો ગુમ થયા છે અને ૭૮ ઘાયલ થયા છે. શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરિયાકાંઠે ડૂબી રહેલા જહાજે ડિસ્ટ્રેસ કૉલ મોકલ્યો હતો. ત્યારબાદ શ્રીલંકાના નૌકાદળ અને વાયુસેનાએ બચાવ કામગીરી હાથ ધરી હતી. જોકે, શ્રીલંકાએ જહાજ પર કોઈપણ સબમરીન હુમલા કર્યો હોવાની વાત પર ઇનકાર કર્યો છે. શ્રીલંકાના અધિકારીઓએ એ દાવાને નકારી કાઢ્યો હતો કે ડિસ્ટ્રેસ કૉલ ઈરાની જહાજ પર સબમરીન હુમલાને કારણે હતો. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની જહાજ સબમરીન હુમલાને કારણે ડૂબી ગયું હતું. અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધમાં ઈરાનની સંડોવણીને કારણે જહાજ પર હુમલાના દાવાને વેગ મળ્યો.

કૉલ મળ્યા પછી શ્રીલંકાએ મદદ મોકલી

શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ડૂબતા ઈરાની નૌકાદળના જહાજ તરફથી ડિસ્ટ્રેસ કૉલ મળ્યા બાદ શ્રીલંકાના નૌકાદળે બચાવ મિશન શરૂ કર્યું હતું. શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિતા હેરાથે જણાવ્યું હતું કે ઈરાની ફ્રિગેટ આઇરિસ દેનાને બચાવવા માટે જહાજો અને વિમાન મોકલવામાં આવ્યા હતા. વિજિતા હેરાથે સંસદમાં જણાવ્યું હતું કે 180 ક્રૂ મેમ્બર્સને લઈને જતું ફ્રિગેટ વહેલી સવારે ડૂબવા લાગ્યું હતું. શ્રીલંકાના ન્યૂઝ પોર્ટલ એડા ડેરાનાએ અહેવાલ આપ્યો હતો કે મુશ્કેલીમાં મુકાયેલ ઈરાની જહાજ ગાલેથી લગભગ 40 નોટિકલ માઈલ દૂર હતું અને તેમાં 180 લોકો હતા.

શ્રીલંકાના સબમરીન હુમલાનો ઇનકાર

શ્રીલંકાના નૌકાદળના પ્રવક્તાએ સબમરીન હુમલાના અહેવાલોને ફગાવી દીધા હતા, અને કહ્યું હતું કે ઘટનામાં ઘાયલ થયેલા 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જહાજ ડૂબવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઈરાની જહાજ પર યુએસ-ઇઝરાયલી હુમલાની પુષ્ટિ થઈ નથી. AFP અનુસાર, શ્રીલંકાના નૌકાદળના પ્રવક્તા બુદ્ધિકા સંપથે જણાવ્યું હતું કે તેમનું કાર્ય શ્રીલંકાની દરિયાઈ જવાબદારીઓ અનુસાર હતું. સંપતે કહ્યું, "અમે અમારી આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ અનુસાર ડિસ્ટ્રેસ કૉલનો જવાબ આપ્યો, કારણ કે તે હિંદ મહાસાગરમાં અમારા શોધ અને બચાવ ક્ષેત્રમાં આવે છે."

હૉસ્પિટલમાં સારવાર ચાલુ છે

સ્થાનિક શ્રીલંકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજધાનીથી 115 કિલોમીટર દક્ષિણમાં ગાલેની મુખ્ય હૉસ્પિટલને બચાવેલા ખલાસીઓને પ્રાપ્ત કરવા માટે એલર્ટ પર રાખવામાં આવી હતી. વિદેશ પ્રધાન હેરાથે સંસદમાં જણાવ્યું હતું કે ઘાયલ ખલાસીઓને ટાપુના દક્ષિણમાં આવેલી એક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. યુદ્ધમાં એનક તેલ વાહક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે જેમાં ત્રણ ભારતીયોના મોત થયાના પણ અહેવાલ છે.

sri lanka united states of america iran indian navy asia international news israel