✕

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર પેઇન્ટિંગને રસ્તો સમજી બેઠો ડ્રાઇવર

19 October, 2026 03:17 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર પેઇન્ટિંગને રસ્તો સમજી બેઠો ડ્રાઇવર, પૂરપાટ સ્પીડમાં દીવાલ સાથે ટ્રક ઘુસાડી દીધી, સામાન્ય રીતે એક્સપ્રેસવેના સૌંદર્યકરણને વધારવા માટે દીવાલો પર કરવામાં આવતાં રિયલિસ્ટિક પેઇન્ટિંગ્સ વાહનચાલકોનું ધ્યાન ખેંચતાં હોય છે.

દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર પેઇન્ટિંગને રસ્તો સમજી બેઠો ડ્રાઇવર

સામાન્ય રીતે એક્સપ્રેસવેના સૌંદર્યકરણને વધારવા માટે દીવાલો પર કરવામાં આવતાં રિયલિસ્ટિક પેઇન્ટિંગ્સ વાહનચાલકોનું ધ્યાન ખેંચતાં હોય છે, પરંતુ ઉત્તરાખંડના દેહરાદૂનમાં ચિત્રકળા એક મોટી દુર્ઘટનાનું કારણ બની ગઈ હતી. દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પાસે એક કન્ટેનર ટ્રકના ડ્રાઇવરે દીવાલ પર દોરેલા ખુલ્લા રસ્તાના હૂબહૂ પેઇન્ટિંગ (મ્યુરલ)ને વાસ્તવિક રસ્તો સમજી લીધો હતો અને પૂરપાટ ઝડપે દોડતી ટ્રક સીધી દીવાલ સાથે અથડાવી દીધી હતી.
આ જોરદાર ટક્કરમાં ટ્રકનો આગળનો ભાગ કચ્ચરઘાણ થઈ ગયો હતો, પરંતુ સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
દીવાલ પર 3D ઇફેક્ટ સાથે એવી રીતે રસ્તો અને લેન દોરવામાં આવ્યાં હતાં કે રાતના કે દિવસના સમયે વાહનચાલકોને સામે સાચો રસ્તો હોવાનો ભ્રમ ઊભો થઈ જાય. હાઇવે પર રોડ-સેફ્ટીના નિયમો અને પૂરતાં બૅરિકેડ્સના અભાવ વચ્ચે આ પ્રકારનું અતિ-વાસ્તવિક આર્ટવર્ક વાહનચાલકો માટે કેટલું જોખમી બની શકે છે એ વિશે આ ઘટનાએ ગંભીર ચર્ચા જગાવી છે.

delhi news new delhi dehradun accident road accident uttarakhand offbeat news