✕

લૂંટના ઈરાદે પતિ-પત્નીની હત્યા કરી, પછી મૃતદેહ પર પાંચ વાર બળાત્કાર કર્યો

18 November, 2026 11:57 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

દંપતીની બે વર્ષની પુત્રી તાન્યાને પણ આરોપીએ ઈજા પહોંચાડી હતી. આરોપીએ કહ્યું હતું કે શિખાને મૅક્સીમાં જોઈને તે જાતને કન્ટ્રોલ નહોતો કરી શક્યો.’

કન્નોજની ઘટના, પોલીસે CCTVના આધારે આરોપીને પકડ્યો અને પીડિત પરિવાર

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજ પોલીસ-સ્ટેશન વિસ્તારમાં આવેલા એક સરકારી નિવાસસ્થાનમાં રેલવે ટિકિટ વિક્રેતા 35 વર્ષના સંજીવ કથેરિયા અને તેની 32 વર્ષની પત્ની શિખાની ચોથી નવેમ્બરની રાત્રે ક્રૂરતાપૂર્વક હત્યા કરનારા આરોપી યોગેશ રાજપૂત ઉર્ફે પંગાની પોલીસે ધરપકડ કરી હતી. જોકે યોગેશે ભાગવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેના બન્ને પગે ગોળી મારી હતી. આ સનસનાટીભર્યા ડબલ મર્ડરનો કેસમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેણે શિખાની હત્યા કર્યા બાદ મૃતદેહ સાથે પાંચ વાર બળાત્કાર કર્યો હતો.
આ કેસ મુદ્દે પોલીસ-સુપરિટેન્ડેન્ટ વિનોદ કુમારે જણાવ્યું હતું કે ‘આરોપી યોગેશ રાજપૂતે સંજીવને રેલવે-સ્ટેશન પર ટિકિટો વેચતાં જોયો હતો અને તેના ઘરમાં ઘણા રૂપિયા હશે તેથી ચોરીના ઇરાદે તેના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોરી કરતી વખતે એકાએક સંજીવ જાગી જતાં આરોપીએ તેને લાકડીથી માર માર્યો હતો. જ્યારે શિખાએ બૂમો પાડવાનું શરૂ કર્યું ત્યારે તેણે તેનો મોબાઇલ ફોન છીનવી લીધો હતો, તેને બંધ કરી દીધો હતો અને તેના જ સ્કાર્ફથી તેનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. દંપતીની બે વર્ષની પુત્રી તાન્યાને પણ આરોપીએ ઈજા પહોંચાડી હતી. આરોપીએ કહ્યું હતું કે શિખાને મૅક્સીમાં જોઈને તે જાતને કન્ટ્રોલ નહોતો કરી શક્યો.’
બળાત્કાર કર્યા બાદ પર્સમાંથી આશરે પાંચ હજાર રૂપિયા લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને પુરાવાના આધારે તેની ઓળખ કરી હતી અને કસારી જંગલમાં તેના પગ પર ગોળી મારીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેના બન્ને પગમાં ગોળી વાગી છે. તેની પાસેથી એક ગેરકાયદેસર પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યાં છે.

murder case Rape Case sexual crime uttar pradesh Crime News