રોબો કંપનીની ચહેરાના રાઇટ્સ માટે ૧.૫૦ કરોડ રૂપિયા ઑફર

29 November, 2021 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોબો મૅન્યુફૅક્ચરર પ્રોમોબોટને એના આગામી હ્યુમેનોઇડ રોબો માટે એક ચહેરાની જરૂર છે. આ રોબોઝ ૨૦૨૩થી હોટેલ્સ, શૉપિંગ મૉલ્સ અને ઍરપોર્ટ્સ પર કામ કરશે. 

રોબો કંપનીની ચહેરાના રાઇટ્સ માટે ૧.૫૦ કરોડ રૂપિયા ઑફર

કોઈ રોબોને તમારો ચહેરો આપવાનો વિચાર કોઈ હાઇ-ફાઈ ફિલ્મ કે મૂવીનો પ્લોટ હોય એમ સ્વાભાવિક રીતે જણાય. જોકે એ ટૂંક સમયમાં વાસ્તવિકતા બની શકે છે. રોબો મૅન્યુફૅક્ચરર પ્રોમોબોટને એના આગામી હ્યુમેનોઇડ રોબો માટે એક ચહેરાની જરૂર છે. આ રોબોઝ ૨૦૨૩થી હોટેલ્સ, શૉપિંગ મૉલ્સ અને ઍરપોર્ટ્સ પર કામ કરશે. 
આ કંપની બહાદુર વૉલન્ટિયરને બે લાખ ડૉલર (લગભગ ૧.૫૦ કરોડ રૂપિયા) ઑફર કરી રહી છે. જેના બદલામાં આ વૉલન્ટિયરે તેના ચહેરાને હંમેશ માટે ઉપયોગ કરવાના રાઇટ્સ આપવાની તૈયારી દાખવવી પડશે. પ્રોમોબોટ એ ન્યુ યૉર્ક બેઝ્ડ રોબો મૅન્યુફૅક્ચરર છે જે રિયાલિસ્ટિક હ્યુમેનોઇડ રોબોઝ માટે જાણીતી છે. એના રોબો ઓલરેડી ૪૩ દેશોમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.

offbeat news