29 June, 2025 09:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૧ વર્ષનો શ્રેષ્ઠ
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં હવે સ્માર્ટફોન જ નહીં, વૉઇસ કમાન્ડથી પણ ઘરનાં ગૅજેટ્સ ચાલવા લાગ્યાં છે અને એમાં કોઈ નવાઈ પણ નથી. જોકે આ આધુનિક ટેક્નૉલૉજીઓ મોટાં શહેરોમાં જોવા મળે છે. બિહારના પુર્ણિયા ગામમાં રહેતા જસ્ટ ૧૧ વર્ષના શ્રેષ્ઠ નામના છોકરાએ એ કામ આપમેળે કરી બતાવ્યું છે. તેણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એવી સિસ્ટમ તૈયાર કરી છે જેનાથી તે બેઠાં-બેઠાં સ્માર્ટફોનથી જ ઘરનો બલ્બ અને પંખો ચાલુ-બંધ કરી શકે છે. આ બધું જ તે ચૅટજીપીટી પાસેથી શીખ્યો છે. હંમેશાં નવાં સાધનોને સમજવા માટે ખોલી કાઢતા શ્રેષ્ઠકુમારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને માત્ર બે જ દિવસમાં આ શોધ કરી છે. આ માટે શું જોઈશે એ બધું જ તેણે ચૅટજીપીટીને પૂછ્યું હતું. જમ્પર વાયર, બલ્બ, કેબલ જેવી ચીજો તે માત્ર ૧૦૦૦ રૂપિયામાં લઈ આવ્યો હતો. બસ, એ પછી તેણે બે જ દિવસમાં જાતે જ સ્માર્ટફોન સંચાલિત બલ્બ અને પંખા તૈયાર કરી નાખ્યા હતા.