11 February, 2026 03:02 PM IST | Patna | Gujarati Mid-day Correspondent
૩.૫૪ મિનિટમાં એકથી ૫૦ના ઘડિયા બોલી જાય છે ૧૨ વર્ષનો કિશોર
બિહારના પૂર્ણિયામાં રહેતો શ્રેયાંશ સોની ૧૨ વર્ષની ઉંમરમાં એટલી ઝડપથી એકથી ૫૦ સુધીના ઘડિયા કડકડાટ બોલી નાખે છે કે તેનું નામ તાજેતરમાં ઇન્ડિયા બુક્સ ઑફ રેકૉર્ડ્સમાં નોંધાયું છે. તે છેલ્લાં ૪ વર્ષથી આ રેકૉર્ડ કરવાની કોશિશ કરી રહ્યો હતો. બાળપણમાં એકથી વીસના ઘડિયા તો બધા શીખ્યા હશે, પરંતુ ૨૦થી ૫૦ના ઘડિયા યાદ રાખવાનું થોડુંક અઘરું હોય છે. જોકે પૂર્ણિયાના શ્રેયાંશે માત્ર ૩ મિનિટ ૫૪ સેકન્ડમાં એકથી ૫૦ સુધીના ઘડિયા કડકડાટ બોલીને આ સિદ્ધિ હાંસલ કરી લીધી છે. શ્રેયાંશની ઇચ્છા ભણીગણીને સાયન્ટિસ્ટ બનવાની છે અને દેશ માટે તે નવી ટેક્નૉલૉજીનો આવિષ્કાર કરવા માગે છે.