બે માથાં અને છ પગવાળો કાચબો જન્મ્યો

15 October, 2021 10:46 AM IST  |  Massachusetts | Gujarati Mid-day Correspondent

આ જોડિયા કાચબાનું નામ મૅરી-કેટ અને એશ્લે ઑલ્સેન રાખવામાં આવ્યું છે

ડાયમન્ડબૅક ટેરાપિન કાચબો

સૃષ્ટિના સર્જનહારની લીલા અકળ છે, ઈશ્વર કઈ રીતે આ સૃષ્ટિ ચલાવે છે એ કોઈ જાણી શક્યું નથી, પરંતુ ઘણી વાર તે એવી ચાલ ચાલે છે કે  એને માટે પણ ફાંટાબાજ કુદરતનું ઉપનામ વાપરવું યોગ્ય જ લાગે છે.

અમેરિકાના મૅસેચુસેટ્સમાં આવેલા બર્ડ્સ કૅપ વાઇલ્ડ લાઇફ સેન્ટરમાં દુર્લભ ડાયમન્ડબૅક ટેરાપિન કાચબાનો જન્મ થયો છે, જેને બે માથાં અને છ પગ છે. 

અમેરિકામાં આ પ્રજાતિના કાચબા જોખમમાં છે, જે લાલ રંગના કીડા ખાઈને જીવે છે. હેચલિંગના બે માથાં અલગ-અલગ કામ કરે છે. હવા લેવા માટે એ જુદા-જુદા સમયે બહાર આવે છે. કાચબા તેના શેલની અંદર બે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમ ધરાવે છે જે તેના શરીરની બન્ને બાજુઓને ખવડાવે છે.

આ જોડિયા કાચબાનું નામ મૅરી-કેટ અને એશ્લે ઑલ્સેન રાખવામાં આવ્યું છે.

offbeat news international news united states of america