08 February, 2026 12:07 PM IST | Argentina | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
આર્જેન્ટિનાના કિનારે સંશોધન કરી રહેલા શ્મિટ ઓશન ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટોએ એક દુર્લભ વિડિયો જાહેર કર્યો છે. એ વિડિયોમાં એક અજીબોગરીબ જીવ જોવા મળે છે. એ જીવ ૧૧ મીટર સુધી પહોળો થઈ શકે છે અને એનો હાથ તો ૧૧ મીટર એટલે કે લગભગ ૩૩ ફુટ જેટલો લાંબો થઈ શકે છે. આ જીવ ખૂબ જ દુર્લભ છે અને સમુદ્રના પેટાળમાં ક્યાંક એવી રીતે છુપાઈને રહે છે કે એ ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લાં ૧૧૦ વર્ષમાં એ ૩૦ વાર જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ સમુદ્રી જીવ માણસો માટે ખતરનાક નથી, પરંતુ એનું કદ અને સ્વરૂપ એલિયન જેવું હોવાથી ખૂબ ડરામણું છે.