13 February, 2026 01:31 PM IST | Egypt | Gujarati Mid-day Correspondent
આ ચંપલ લાકડાના બનેલાં છે
૧૯૨૨માં ઇજિપ્તના એક એવા રાજાની કબર મળી હતી જેમનું મૃત્યુ જસ્ટ ૧૭ વર્ષની ઉંમરે થઈ ગયું હતું. તાજેતરમાં બ્રિટિશ પુરાતત્ત્વવિદ હૉવર્ડ કાર્ટરે તૂતનખામુનની કબર શોધી છે જેમાંથી ૫૦૦૦ જેટલી પૌરાણિક ચીજો મળી હતી. એમાં સોનાના ડેથ માસ્ક, જાનવરોની મૂર્તિઓ, હાડકાં અને ડઝનબંધ ચંપલો મળ્યાં હતાં. એક જોડી ચંપલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ ચંપલ લાકડાના બનેલાં છે અને એના પર ચામડું મઢવામાં આવ્યું છે અને ઉપરથી સોનાની પરત ચડાવવામાં આવી છે. ચંપલનાં તાળવાં પર રાજાના દુશ્મનોની આકૃતિઓ બનાવવામાં આવી છે. એ એ વાતનું સૂચક છે કે એ વખતે રાજા પોતાના દુશ્મનો અને કેદ કરીને રાખેલા લોકોને પોતાના પગના તળિયે રાખતા હતા. આ કોઈ ફૅશન નહોતી, પરંતુ રાજનીતિક અને ધાર્મિક સંદેશો હતો કે રાજા જ્યાં પણ જાય છે ત્યાં દુશ્મનને તેમના પગના તળિયે જ રાખવામાં આવે છે. આ ચંપલ ઇજિપ્શિયન મ્યુઝિયમમાં પ્રદર્શન માટે મૂકવામાં આવ્યાં છે.