ઇંગ્લૅન્ડમાં માત્ર ચાર વર્ષનો છોકરો રમત-રમતમાં કરોડપતિ બની ગયો

04 February, 2026 01:00 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

બાળકો રમતાં-રમતાં ક્યારેક મૂલ્યવાન ચીજો શોધી લાવતાં હોય છે. આવું જ કંઈક ઇંગ્લૅન્ડમાં રહેતા ૪ વર્ષના જેમ્સ હયાત નામના બાળક સાથે થયું

જેમ્સ હયાત

બાળકો રમતાં-રમતાં ક્યારેક મૂલ્યવાન ચીજો શોધી લાવતાં હોય છે. આવું જ કંઈક ઇંગ્લૅન્ડમાં રહેતા ૪ વર્ષના જેમ્સ હયાત નામના બાળક સાથે થયું. નાના બાળકના હાથમાં તેના પિતાએ પહેલી વાર મેટલ ડિટેક્ટર આપી દીધું. જેમ્સ ગ્રાઉન્ડમાં ડિટેક્ટર લઈને ફરતો હતો ત્યારે અચાનક જ મશીનમાં બીપ-બીપ અવાજ આવ્યો. એ જગ્યાએ ખોદ્યું તો ૫૦૦ વર્ષ જૂનું શાનદાર સોનાનું લૉકેટ મળ્યું હતું. એ પેન્ડન્ટમાં ૭૩ ટકા સોનું નીકળ્યું. એના પર વર્જિન મૅરી અને જીઝસ ક્રાઇસ્ટની આકૃતિ અંકિત થયેલી છે. આ નિશાનીઓ મધ્યયુગની ધાર્મિક ભક્તિ સાથે સંકળાયેલી છે. એક્સપર્ટ્સે આ એક પેન્ડન્ટની કિંમત ૪ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૩૬ કરોડ રૂપિયા જેટલી આંકી છે. અત્યંત દુર્લભ એવી મધ્યયુગની આસ્થા સાથે સંકળાયેલી આ ચીજ બ્રિટિશ મ્યુઝિયમમાં મૂકવામાં આવી છે. જોકે બ્રિટનના પૌરાણિક ખજાનાને લગતા કાયદા અંતર્ગત જેમ્સ હયાત અને જે જમીનમાંથી આ પેન્ડન્ટ મળ્યું એના માલિક વચ્ચે આ ખજાનાના મૂલ્ય જેટલી રકમ તાજેતરમાં તેમને ચૂકવવામાં આવી હતી. એને કારણે ૪ વર્ષનું બાળક રાતોરાત કરોડપતિ થઈ ગયું હતું.

offbeat news international news world news england