06 November, 2026 04:51 PM IST | America | Gujarati Mid-day Correspondent
પાંચ ફુટ લાંબી દાઢી
અમેરિકાના ૫૪ વર્ષના મૅથ્યુ નામના ભાઈની દાઢી એટલી લાંબી છે કે એને એમ જ ખુલ્લી રાખવામાં આવે તો એ જમીન પર ઢસડાય છે. ૨૦ વર્ષથી તેમણે દાઢી કાપી નથી. શરૂઆતમાં કેટલાંક બાળકોના કહેવાથી મૅથ્યુએ તેની થોડીક વધેલી દાઢીમાંથી ચોટલી વાળી હતી અને એ તેને એટલી ગમી ગયેલી કે પછી તેણે દાઢી ટ્રિમ નહીં કરાવવાનું નક્કી કરી લીધું. એ પછી દર વર્ષે તેની દાઢી ત્રણથી ૪ ઇંચ જેટલી વધે છે. મૅથ્યુ દાઢીની સારસંભાળ માટે દર અઠવાડિયે શૅમ્પુ અને કન્ડિશનર વાપરે છે. પહેલાં સૌથી લાંબી દાઢીનો રેકૉર્ડ અમેરિકાના રુડોલ્ફ માર્ટિનોના નામે હતો. તેમની દાઢી ૩ ફુટ અને પાંચ ઇંચ લાંબી હતી.