બે બાળકોના અકાઉન્ટમાં ૯૦૦ કરોડ રૂપિયા જમા થયા

17 September, 2021 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલાક અહેવાલ મુજબ બન્ને છોકરાઓ પરિવારના મોટા લોકો સાથે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલાઇઝ્‍ડ પ્રોસેસિંગ સેન્ટરમાં ગયા

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર બિહાર ગ્રામીણ બૅન્કમાં ખાતું ધરાવતાં છઠ્ઠા ધોરણનાં બે બાળકો આશિત કુમાર અને ગુરુચંદ્ર વિશ્વાસના અકાઉન્ટમાં અચાનક કુલ ૯૦૦ કરોડ રૂપિયા જમા થયા છે. આટલી તોતિંગ રકમ ડિપોઝિટ થતાં અને એ પણ બાળકોના ખાતામાં આવતાં માત્ર તેમના પરિવારજનોને જ નહીં, આખા ગામમાં આશ્ચર્ય ફેલાયું છે.
બન્ને બાળકો બિહારના કતિહાર જિલ્લામાં બગૌરા પંચાયતના પાસ્તિયા ગામમાં રહે છે. કેટલાક અહેવાલ મુજબ બન્ને છોકરાઓ પરિવારના મોટા લોકો સાથે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના સેન્ટ્રલાઇઝ્‍ડ પ્રોસેસિંગ સેન્ટરમાં ગયા ત્યારે તેમને આ ડિપોઝિટ વિશે ખબર પડી અને તેમને એ પણ જાણવા મળ્યું કે રાજ્ય સરકારે સ્કૂલ યુનિફૉર્મ માટે આ પૈસા ક્રેડિટ કરાવ્યા છે. બૅન્કે તપાસ શરૂ કરી હતી.

offbeat news state bank of india