વીસ વર્ષની ઉંમરે દાંત તૂટવા લાગ્યા, બહુ જલદી બોખી થઈ જશે

01 March, 2026 02:39 PM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

તે રોજ બ્રશ કરે છે અને ઓરલ હાઇજીનનું પણ ખૂબ ધ્યાન રાખે છે. એમ છતાં તેના દાંત નબળા પડી રહ્યા છે અને તૂટી રહ્યા છે.

એલોઇસ હૅરિસ

બ્રિટનમાં એલોઇસ હૅરિસ નામની ૨૦ વર્ષની એક છોકરીને દાંતની એકદમ દુર્લભ બીમારી થઈ છે એને કારણે તેના દાંત તૂટવા લાગ્યા છે. તે રોજ બ્રશ કરે છે અને ઓરલ હાઇજીનનું પણ ખૂબ ધ્યાન રાખે છે. એમ છતાં તેના દાંત નબળા પડી રહ્યા છે અને તૂટી રહ્યા છે. તેને એક ગંભીર પ્રકારની રૅર અને ક્રોનિક બીમારી છે જે દાંતને અસર કરે છે. તેની બીમારી એટલી ગંભીર થઈ ગઈ છે કે હવે દાંતથી કડક ચીજો ચાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે. જો સહેજ જોર લગાવે તો દાંત તૂટી જાય એમ છે. પાછળની દાઢો તો તૂટી પણ ગઈ છે. ક્રોનિક કન્ડિશનને કારણે તેના દાંતનું ઉપરનું આવરણ પ્રભાવિત થાય છે. એમેલોજિનેસિસ ઇમ્પર્ફેક્ટા નામના જિનેટિક ડિસઑર્ડરને કારણે દાંત નબળા પડી જાય છે. ભલે વ્યક્તિ ગમેએટલી કૅર કરે એ તૂટી જ જશે. એલોઇસનું કહેવું છે કે તેના મોંમાં હવે બહુ જ ઓછા દાંત બચ્યા છે. એને કારણે લોકો તેની મજાક ઉડાડે છે. તેણે ફુલ માઉથ રીહૅબિલિટેશન એટલે કે આખા ચોકઠાનું ઇમ્પ્લાન્ટ કરાવવું પડે એમ છે, પરંતુ એ સારવાર ખૂબ મોંઘી હોવાથી એ માટે તેણે ફન્ડ રેઇઝ કરવું પડે એમ છે.

offbeat news great britain international news world news