ઢાકામાં ૪૫ ફુટ ઊંચો પ્લાસ્ટિકના કચરાનો રાક્ષસ બનાવવામાં આવ્યો

07 December, 2025 12:13 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

વિદ્યાર્થીઓએ ૮ કલાકારોની મદદથી ૧૫ દિવસમાં પ્લાસ્ટિકના કચરામાંથી એક રાક્ષસી કદ ધરાવતા સ્ટૅચ્યુનું નિર્માણ કર્યું હતું.

રાક્ષસી કદ ધરાવતું સ્ટૅચ્યુ

પ્લાસ્ટિક અને રીસાઇકલ ન થઈ શકે એવી ચીજો દરિયામાં ઠાલવવાને કારણે સમુદ્રના જીવો મરી રહ્યા છે. રીસાઇક્લિંગ કરવા વિશે જાગૃતિ ફેલાવવા માટે ઢાકાની યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓએ ૮ કલાકારોની મદદથી ૧૫ દિવસમાં પ્લાસ્ટિકના કચરામાંથી એક રાક્ષસી કદ ધરાવતા સ્ટૅચ્યુનું નિર્માણ કર્યું હતું. આ સ્ટૅચ્યુ ૩ મહિના સુધી પ્રદર્શિત કરવામાં આવશે. એ શિલ્પમાં દરિયાકિનારે વહીને આવી પહોંચેલા કચરાનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીચના કિનારાઓ હવે કચરાના પહાડમાં પરિવર્તિત થઈ રહ્યા છે. બંગલાદેશના કૉક્સ બઝાર બીચ પર આ પ્રતિમા બનાવવામાં આવી છે. એમાં પૃથ્વીનો ગોળો તૈયાર કર્યો છે જેની સરખામણીમાં કચરાનો રાક્ષસ ત્રણથી ચારગણો મોટો થઈ ગયો છે.

international news world news dhaka offbeat news bangladesh