14 September, 2024 11:28 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્લાસ્ટિકમાંથી રીસાઇકલ કરેલા કૉસ્ચ્યુમ્સ
ફિલિપીન્સના કૅન્ટા શહેરમાં લીઓનોરા બ્યુએવિજ નામની ફૅશન-ડિઝાઇનરે એક કાંકરે બે પક્ષી મારવા માટે પ્લાસ્ટિકમાંથી રીસાઇકલ કરેલા કૉસ્ચ્યુમ્સ તૈયાર કર્યા છે. તેનું માનવું છે કે પ્લાસ્ટિક વાપરવું જ ન જોઈએ, પણ જો વપરાય તો એને રીસાઇકલ કરીને એનાથી ઓછું પૉલ્યુશન પેદા થાય એવું કરવું જોઈએ. બીજું, તે પોતાના સ્ટુડન્ટ્સને એવો સંદેશ આપવા માગતી હતી કે તમારા ઘરમાં તમને જે કચરો મળી જાય એમાંથી પણ તમે કંઈક હટકે ક્રીએશન કરી શકો છો. લીઓનોરાએ અનાજની પ્લાસ્ટિકની થેલીઓ, બબલ રૅપ્સ અને ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકના ટુકડાઓનો ઉપયોગ કરીને જાતજાતના કૉસ્ચ્યુમ્સ તૈયાર કર્યા છે.