14 January, 2026 01:36 PM IST | Germany | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જર્મન સ્ટાર્ટ-અપ કંપનીએ વાંદાને મિની જાસૂસ બનાવવાનું શરૂ કર્યું છે. અલબત્ત, આ અસલી વાંદા નહીં પરંતુ રોબોટિક કૉક્રૉચ હશે. ખતરનાક અને પહોંચી ન શકાય એવી જગ્યાએથી માહિતી કાઢવા માટે મિની જાસૂસ અને કીડા-મંકોડા જેવા દેખાતા રોબો પર મિની બૅકપૅક જેવું સેન્સર લગાવેલું હોય છે. આ મિની સેન્સરમાં માઇક્રોફોન અને GPS મૉડ્યુલ જેવું હાઈ-ટૅક ડિવાઇસ ફિટ કરવામાં આવે છે. કૉક્રૉચના ઍન્ટેનામાં નાનાં ઇલેક્ટ્રોડ્સ લગાવવામાં આવ્યાં છે જેનાથી એને ચોક્કસ દિશામાં ગાઇડ કરી શકાશે.